ગુજરાત સહિત આ રાજ્યમાં ભાજપને ક્યારે મળશે પ્રદેશ અધ્યક્ષ? સામાજિક સમીકરણ મહત્ત્વપૂર્ણ
ભાજપને સંગઠન ચૂંટણીમાં રાજ્યની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અડધા ડઝન રાજ્યોમાં પાર્ટીના

ભાજપને સંગઠન ચૂંટણીમાં રાજ્યની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અડધા ડઝન રાજ્યોમાં પાર્ટીના કેટલાક નેતાઓના વિરોધ સાથે સામાજિક અને રાજકીય સમીકરણોને લઇને પરસેવો વહાવવો પડી રહ્યો છે. પાર્ટીના બંધારણ અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ત્યારે જ થઇ શકે છે જ્યારે 50 ટકા એટલે કે અડધા રાજ્યોની ચૂંટણી થઇ જાય. ભાજપના સંગઠનના 38 પ્રદેશ છે અને અત્યારે લગભગ 10 રાજ્યોની ચૂંટણી જ પુરી થઇ છે.
ગુજરાત-તેલંગાણામાં સામાજિક સમીકરણો મહત્ત્વપૂર્ણ
ગુજરાત અને તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. બન્ને રાજ્યોમાં હાલ કોઇ ચૂંટણી નથી.એવામાં ભવિષ્યના પડકારો અને સંભાવનાઓને જોતા બદલાવ કરવામાં આવશે. બન્ને રાજ્યોમાં સામાજિક સમીકરણ ઘણા મહત્ત્વપૂર્ણ છે. જોકે, પાર્ટીમાં કેટલાક નેતા આ વાતનો પ્રયાસ કરી રહ્યાં છે કે એક વ્યક્તિ, એક પદને લઇને ભાજપ કેટલાક રાજ્યોને અપવાદ રાખી શકે છે.જોકે, કેન્દ્રીય નેતૃત્ત્વ તેના પક્ષમાં લાગતું નથી.
કર્ણાટકમાં વિરોધ
ભાજપ સંગઠને ચૂંટણીમાં કર્ણાટકમાં વર્તમાન પ્રદેશ અધ્યક્ષ વિજયેન્દ્રને જાળવી રાખવા માટે રાજ્યના નેતાઓના એક ગ્રુપનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને હવે એક વર્ષ બાકી છે. એવામાં ત્યાં બદલાવ કરવા કે નહીં અને કરવામાં આવે તો કોને નેતૃત્ત્વ સોપવું તેને લઇને નિર્ણય થઇ શકતો નથી.
ઉત્તર પ્રદેશમાં નવા નેતાની શોધ
ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા પછી તરત જ પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીએ રાજીનામું આપવાની ઓફર કરી હતી. સંગઠનાત્મક ચૂંટણીઓ યોજાવાની હોવાથી, કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. સૂત્રોનું કહેવું છે કે નવા પ્રમુખ અંગેનો નિર્ણય હોળી પછી જ લેવામાં આવશે. સામાજિક અને પ્રાદેશિક સમીકરણો અનુસાર નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે.
મધ્ય પ્રદેશમાં દલિત અને આદિવાસી ચહેરા પર વિચાર
મધ્યપ્રદેશમાં વર્તમાન પ્રમુખ વીડી શર્મા પાંચ વર્ષથી પદ પર છે.અહીં રાજપૂત અને બ્રાહ્મણની સાથે દલિત અને આદિવાસી નેતાઓના નામો પર પણ વિચાર કરવામાં આવ્યો છે. ભાજપ નેતૃત્વ અન્ય રાજ્યોના અધ્યક્ષના સામાજિક સમીકરણો જોયા પછી નિર્ણય લેશે.








