મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોદી 3.0 ના પહેલા 15 દિવસ! રાહુલ ગાંધીએ NEET કૌભાંડ, આતંકી હુમલો સહિત 10 મુદ્દે સરકારને ખુલ્લી પાડી

સંસદ સત્રનો આજે પ્રથમ દિવસથી જ વિપક્ષે ઘણા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છ

મોદી 3.0 ના પહેલા 15 દિવસ! રાહુલ ગાંધીએ NEET કૌભાંડ, આતંકી હુમલો સહિત 10 મુદ્દે સરકારને ખુલ્લી પાડી

સંસદ સત્રનો આજે પ્રથમ દિવસથી જ વિપક્ષે ઘણા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા થકી ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીની ત્રીજી નવી ઈનિંગની શરૂઆતના 15 દિવસની કામગીરીને રાહુલ ગાંધીએ ઉજાગર કરી છે. રાહુલ ગાંધીએ છેલ્લા 15 દિવસની મોટી ઘટનાઓને લઈને સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, 'ભારતનો મજબૂત વિપક્ષ સરકારના કાન આમળતો રહેશે. લોકોનો અવાજ ઉઠાવશે.

રાહુલ ગાંધીએ પીએમ મોદીને ફટકાર લગાવી

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું, 'NDAના પહેલા 15 દિવસ! 1. ભયાનક ટ્રેન અકસ્માત. 2. કાશ્મીરમાં આતંકવાદી હુમલા 3. ટ્રેનોમાં મુસાફરોની દુર્દશા. 4. NEET કૌભાંડ. 5. NEET PG રદ 6. UGC NET પેપર લીક થયું. 7. દૂધ, કઠોળ, ગેસ, ટોલ અને મોંઘા. 8. આગથી ઝળહળતા જંગલો. 9. પાણીની કટોકટી. 10. હીટવેવમાં સફળ કામગીરી ન થતાં વ્યવસ્થાના અભાવે લોકોના મોત.

તેમણે વધુમાં કહ્યું કે, 'માનસિક રીતે નરેન્દ્ર મોદી બેક ફૂટ પર  આવી ગયા છે. તેઓ માત્ર તેમની સરકાર બચાવવામાં વ્યસ્ત છે. નરેન્દ્ર મોદીજી અને તેમની સરકાર દ્વારા બંધારણ પર હુમલો અમને સ્વીકાર્ય નથી અને અમે કોઈપણ સંજોગોમાં આવું થવા દઈશું નહીં. ભારતનો મજબૂત વિપક્ષ પોતાનું દબાણ ચાલુ રાખશે, લોકોનો અવાજ ઉઠાવશે અને વડાપ્રધાનને જવાબદારી વિના છટકી જવા દેશે નહીં.

આ સમાચાર શેર કરો