Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : West Bengal Assembly Elections: Congress releases list of 284 candidates, this Congress leader will contest against Mamata Banerjee

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસની 284 ઉમેદવારોની યાદી જાહેર, મમતા બેનર્જી સામે લડશે આ કોંગી નેતા

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસની 284 ઉમેદવારોની યાદી જાહેર, મમતા બેનર્જી સામે લડશે આ કોંગી નેતા
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 284 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ 294 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કર્યા બાદ હવે બંગાળમાં કોંગ્રેસ અને TMC એકબીજાની સામે ચૂંટણી લડશે. અધીર રંજન ચૌધરી બહેરામપુર વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડશે. મૌસમ નૂરને માલતીપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે ભવાનીપુરથી મમતા બેનર્જી સામે પ્રદીપ પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ભાજપે મમતા બેનર્જી સામે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીને ઉતાર્યા છે, જ્યારે CPMએ શ્રીજીબ વિશ્વાસને મેદાનમાં ઉતાર્યા છે.

App Store

કોંગ્રેસ અને TMC સામસામે

કોંગ્રેસની શનિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળની તમામ 294 બેઠકો પર ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે ઉમેદવારો ઉતારવાના નિર્ણય બાદ રવિવારે કોંગ્રેસ તરફથી 284 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં કુલ વિધાનસભા બેઠકોની સંખ્યા 294 છે અને અહીં હાલમાં કોંગ્રેસના એક પણ ધારાસભ્ય નથી. અગાઉની વિધાનસભા ચૂંટણી પણ કોંગ્રેસ અને TMCએ અલગ-અલગ લડી હતી અને મમતા બેનર્જી ત્રીજી વખત રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ, ભાજપ વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું.

કોંગ્રેસે યુવા ચહેરા પર ભરોસો કર્યો

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ પૂર્વ ધારાસભ્ય અલી ઈમરાન રમ્ઝ (વિક્ટર) ઉત્તર દિનાજપુરની ચાકુલિયા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ સોમેન મિત્રાના પુત્ર રોહન મિત્રા બાલીગંજ બેઠક પરથી ચૂંટણી લડશે.

નંદીગ્રામ મતવિસ્તારમાં કોંગ્રેસે પાર્ટીના યુવા ચહેરા શેખ ઝરિયાતુલ હુસૈન પર ભરોસો મૂક્યો છે. નંદીગ્રામથી ભાજપના નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. મોહિત સેનગુપ્તા રાયગંજ બેઠક પરથી, પૂર્વ ધારાસભ્ય અમલ આચાર્ય ઇટાહારથી, પૂર્વ ધારાસભ્ય નેપાલ મહતો બાઘમુંડીથી, પૂર્વ ધારાસભ્ય મિલ્ટન રાશિદ હસનથી અને મુસ્તાક આલમ હરિશ્ચંદ્રપુરથી ચૂંટણી લડશે.