Video: દિલ્હી રેલવે સ્ટેશન પર દિવાળી નિમિત્તે ભારે ભીડ

સોર્સ: gstv

દિવાળી અને છઠ પૂજા જેવા પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને દિલ્હીના રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. તહેવારો દરમિયાન પોતાના વતન જવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા હોવાથી સ્ટેશનો પર અભૂતપૂર્વ ભીડ જામી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રેલવે પ્રશાસન અને પોલીસ ફોર્સ દ્વારા ચુસ્ત અને સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેશન પર આવતા દરેક મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેથી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે. મુસાફરોએ પણ આ વખતે કરવામાં આવેલી વિશેષ સુવિધાઓ અને સિક્યોરિટી મેનેજમેન્ટ અંગે સંતોષ વ્યક્ત કરીને વ્યવસ્થાના વખાણ કર્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત