Video: દિલ્હીમાં તહેવારોની ભીડ અને પીક-અવર્સને કારણે મધ્ય, દક્ષિણ અને ઉત્તર દિલ્હીના અનેક વિસ્તારોમાં સર્જાયો ભારે ટ્રાફિકજામ સર્જાયો

દિલ્હીના મધ્ય, દક્ષિણ અને ઉત્તર દિલ્હીના વિસ્તારોમાં વાહનો ખૂબ જ ધીમી ગતિએ ચાલતા નજરે પડ્યા હતા. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, તહેવારોને કારણે બજારો અને રસ્તાઓ પર અચાનક વધી ગયેલી ભીડ, પીક-અવર્સની અવરજવર તેમજ રસ્તામાં વાહનો બગડી જવાના બનાવોને કારણે આ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. વિશેષ કરીને મોતી બાગ અને સફદરજંગ આસપાસના વિસ્તારોમાં સાંજનો સમય થતાની સાથે જ વાહનોના ભારે ધસારો જોવા મળ્યો હતો, જેના કારણે નોકરી અને કામકાજ પતાવીને ઘરે જઈ રહેલા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જાહેરાત






