Video: RSSએ એસઆઈઆરનું સમર્થન કર્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતા SIRનું સમર્થન કર્યું છે. તેમણે ઇન્દોરમાં યોજાયેલી અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક બાદ જણાવ્યું હતું કે એસઆઈઆર પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદાર યાદીની ખામીઓને દૂર કરવાનો છે. હોસબાલેએ એસઆઈઆરના રાજકીય વિરોધ પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે રાજકીય પક્ષોએ માત્ર વિરોધ કરવાના બદલે તેની વાસ્તવિકતા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જો તેઓ બેંગલુરુમાં રહેતા હોય, તો તેમનું નામ પૌતૃક ગામની યાદીમાંથી કમી થવું જોઈએ. કહ્યું કે, જ્યારે ટી.એન. શેષન મુખ્ય ચૂંટણી આયુક્ત હતા ત્યારે પણ બિહારની મતદાર યાદીનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. લોકતંત્રમાં સત્તા પરિવર્તન ચૂંટણીના માધ્યમથી થાય છે, પરંતુ સત્તા પરિવર્તનના નામે અશાંતિ કે ભેદભાવ ફેલાવવો સમાજના હિતમાં નથી
જાહેરાત






