Video: એનસીપી અધ્યક્ષ શરદ પવારની તબિયત લથડી

સોર્સ: gstv

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારની તબિયત લથડી છે..તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે...અગાઉ બુધવારે જ તેમને પુણેની રૂબી હૉલ ક્લિનિક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અશક્તતા અને નબળાઈની ફરિયાદને કારણે તેઓ છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. પરંતુ રજા મળ્યાંના થોડા જ કલાકો બાદ તબિયત ફરી લથડી હતી.જેથી પવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..આ દરમિયાન PM મોદીએ શરદ પવારને ફોન કરીને તેમના સ્વાસ્થ્ય અંગે ખબરઅંતર પુછ્યા હતા.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ શરદ પવારને જણાવ્યું હતું કે સુપ્રિયા સુલે તૈયાર થઈ ગયા છે અને અમે દેશ સંભાળવા માટે તૈયાર છીએ. તમે દેશની ચિંતા ન કરો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આના જવાબમાં શરદ પવારે પ્રધાનમંત્રી મોદીનો આભાર માનતા કહ્યું હતું કે જ્યારે આપ સૌ સક્ષમ નેતાઓ છો, ત્યારે મારે દેશની ચિંતા કરવાની કોઈ જરૂર નથી.શરદ પવારના નજીકના મિત્ર વિઠ્ઠલ મણિયારે આ અંગે મીડિયાને માહિતી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત