Video: “મોહન ભાગવતને જજ બનાવી દો અને ડીબેટ કરીએ”

લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. સોમવારના પડકાર બાદ 24 કલાક વિત્યા પછી પણ કોઈ જવાબ ન મળતાં રાહુલ ગાંધીએ X પર નવો વીડિયો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે PM મોદી કોઈપણ મંચ અને સમય પસંદ કરે, તેઓ ચર્ચા માટે તૈયાર છે. આ ડિબેટમાં દેશદ્રોહના આરોપો, વિદેશી કનેક્શન, આર્થિક સિસ્ટમ, અમેરિકા સાથેની ડીલ અને અદાણી કેસ જેવા મહત્વના મુદ્દાઓ પર ખુલીને વાત થશે. રાહુલ ગાંધીએ વડાપ્રધાનને ડર્યા વગર ચર્ચામાં આવવા અને મોહન ભાગવત જેવા કોઈને પણ જજ બનાવવાની ખુલ્લી ચેલેન્જ આપી છે.
જાહેરાત








