Video: સાંભર સરોવરમાં ફ્લેમિંગોનો જમાવડો

રાજસ્થાનના સાંભર સરોવર ખાતે ફ્લેમિંગો પક્ષીઓના આગમનથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. સાંભર સરોવર હવે ફ્લેમિંગો પક્ષીઓ માટે માળા બનાવવાનું અને પ્રજનન કરવાનું મહત્વપૂર્ણ સ્થળ બની રહ્યું છે. દર વર્ષે મોટી સંખ્યામાં ફ્લેમિંગો પક્ષીઓ અહીં પહોંચે છે અને અનુકૂળ વાતાવરણમાં વસવાટ કરે છે. સરોવરના ખારા પાણી અને આસપાસના કુદરતી વાતાવરણને કારણે આ સ્થળ પક્ષીઓ માટે અનુકૂળ માનવામાં આવે છે. ફ્લેમિંગોની હાજરીથી સાંભર સરોવરની જૈવવિવિધતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે સાંભર સરોવર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
જાહેરાત








