Video: દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં શિવસેના યુબીટીની ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.1.5 લાખ સહાયની માંગ

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં શિવસેના UBTના નેતા આદિત્ય ઠાકરેએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે મહારાષ્ટ્રના લગભગ 75 ટકા વિસ્તારમાં દુષ્કાળ જાહેર થયો હોવા છતાં ખેડૂતોને સરકાર તરફથી અપેક્ષિત મદદ મળી રહી નથી. મરાઠવાડા સહિતના વિસ્તારોમાં પાણીની તંગી અને લાંબા સમયથી વરસાદના અભાવે ખેતીને ભારે નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. આદિત્ય ઠાકરેએ સરકાર દ્વારા દિવાળી સહાય પેટે જાહેર કરાયેલા 5 હજાર રૂપિયા પણ ખેડૂતોના ખાતામાં જમા ન થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ખેડૂતોને પ્રતિ હેક્ટર 1થી 1.5 લાખ રૂપિયાનું વળતર આપવા અને તાત્કાલિક રાહત પહોંચાડવાની સરકાર સમક્ષ માંગ કરી હતી.
જાહેરાત








