Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Big news about petrol and diesel, there is sufficient stock at all petrol pumps in the country

પેટ્રોલ અને ડીઝલને લઈ મોટા સમાચાર, દેશના તમામ પેટ્રોલ પંપ પર છે પૂરતો સ્ટોક

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
પેટ્રોલ અને ડીઝલને લઈ મોટા સમાચાર, દેશના તમામ પેટ્રોલ પંપ પર છે પૂરતો સ્ટોક
સોર્સ : GSTV

પશ્ચિમ એશિયામાં સર્જાયેલી વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા દેશની સ્થિતિ અંગે મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારે ફરી નાગરિકોને ખાતરી આપી છે કે દેશમાં ઈંધણ અને અન્ય આવશ્યક સેવાઓ પર કોઈ વિપરીત અસર પડી નથી. દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે.

App Store

બે LPG જહાજો સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધ્યા

પેટ્રોલિયમ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેશના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા મંત્રાલય દ્વારા વિનંતી કરવામાં આવી છે. પશ્ચિમ એશિયાના દરિયાઈ માર્ગેથી આશરે 94,000 મેટ્રિક ટન કાર્ગો લઈને આવતા બે LPG જહાજો સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યા છે. માર્ચ મહિના દરમિયાન સ્થાનિક, કોમર્શિયલ અને હોસ્ટેલ જેવી વિવિધ ક્ષેત્રમાં 2.9 લાખથી વધુ નવા ગેસ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા છે.

પોર્ટ પર સરળતાથી કામગીરી

યુરિયા પ્લાન્ટ્સ માટે ગેસનો પુરવઠો સ્થિર જાળવી રાખવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનાની સરેરાશના 70-75 ટકા પુરવઠો જળવાઈ રહ્યો છે અને વધારાના LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ)ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દેશના તમામ બંદરો પર કામગીરી સામાન્ય છે અને ક્યાંય પણ માલસામાનના પરિવહનમાં અવરોધ કે ભીડ જોવા મળી નથી.

મંત્રાલયે વધુમાં કહ્યું છે કે, 'સરકાર ગલ્ફ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ત્યાં વસતા ભારતીય સમાજ ખાસ કરીને દરિયાઈ જહાજો પર કામ કરતા ખલાસીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા સરકારની સર્વોચ્ચ અગ્રતા છે. ભારતીય મિશનો દ્વારા વિઝા, કોન્સ્યુલર અને લોજિસ્ટિક્સ બાબતે તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.'