VIDEO: કબરમાંથી લાશો ખાનાર કબર બીજજુનું કરાયું રેસ્ક્યૂ
મથુરા જિલ્લાના અડુકી ગામમાં કબરમાંથી લાશ ખાનાર કબર બીજજુ મળી આવ્યો છે. આ એક પ્રાણી છે, જે મ

મથુરા જિલ્લાના અડુકી ગામમાં કબરમાંથી લાશ ખાનાર કબર બીજજુ મળી આવ્યો છે. આ એક પ્રાણી છે, જે મૃતશરીર ખાય છે. આ વિચિત્ર પ્રાણીને જોયા બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘણા લોકો આ પ્રાણી વિશે જાણતા પણ ન હતા. આખરે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતાં તેઓ ગામમાં પહોંચ્યા અને ભારે જહેમત બાદ પ્રાણીને બચાવી લીધું.
કહેવામાં આવી રહ્યું છે કે ગામના લોકોએ સવારે આ જાનવરને જોયો હતો. આ પછી સ્થાનિક કાઉન્સિલરને આ માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ કાઉન્સિલરે વન વિભાગનો સંપર્ક કર્યો હતો. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આ પ્રાણીને પકડી પાડ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યાં ઈંટો અને જૂની વસ્તુઓ પડી હતી તે જગ્યાએ તે અંદર ઘૂસી ગયો હતો. તેની આસપાસ ઢોર પણ બાંધેલા છે. આ પ્રાણીનું રેસ્ક્યૂ કરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
કબર બીજજુ એટલે કયું પ્રાણી છે?
કબર બીજજુ જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. તે મોટે ભાગે કબ્રસ્તાનની નજીક રહે છે. એવું કહેવાય છે કે તે મૃતદેહોને ખાય છે અને તેને જમીનમાં દાટેલી લાશ બહાર કાઢી કોતરી ખાય છે. તે દેખાવમાં બહુ મોટું નથી, સામાન્ય રીતે તે બહુ જોવા પણ નથી મળતું.
મેડિકલ ચેકઅપ બાદ છોડી મૂકવામાં આવશે
વન વિભાગની ટીમે તેને રેસ્ક્યુ કરીને દૂર લઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેની મેડિકલ તપાસ બાદ તેને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવશે. આ કબર બીજજુને જોવા માટે આખું ગામ એકત્ર થઈ ગયું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર @madanjournalist હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે.








