મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પટનામાં ડાલડા ફેક્ટરીમાં આગ

બિહારની રાજધાની પટનાના મહુલી રોડ પર આવેલી એક ડાલડા ફેક્ટરીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ એટલી વિકર

બિહારની રાજધાની પટનાના મહુલી રોડ પર આવેલી એક ડાલડા ફેક્ટરીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે દૂર-દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ફેક્ટરીમાં રહેલો લાખોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા હાલમાં કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો