VIDEO: બિહારના મુઝફ્ફરપુરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 4 લોકોના મોત
સોર્સ : GSTV
બિહારના મુઝફ્ફરપુરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો દાઝી જતા સારવાર હેઠળ છે. આ દુર્ઘટના બુધવારે મોડી રાત્રે લગભગ 3 વાગ્યે બની હતી...પ્રાથમિક માહિતી મુજબ, હોસ્પિટલના પાંચમા માળે આવેલા ICU વોર્ડમાં પહેલા શોર્ટ સર્કિટ થયું અને ત્યારબાદ ત્યાં લાગેલા ACમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પાંચમા માળે આગ હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને બારી-બારણાં તોડીને દર્દીઓને બહાર કાઢ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે, પરંતુ ઈજાગ્રસ્તોની ગંભીર સ્થિતિ જોતા મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

