Video: દિલ્હીમાં ગાયત્રી પરિવાર સેન્ચ્યુરી સેલિબ્રેશન

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સેન્ચ્યુરી સેલિબ્રેશન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જે.પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભાજપના નેતા અનુરાગ ઠાકુરે પણ સંબોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગાયત્રી પરિવારની પ્રવૃત્તિઓ અને તેના સામાજિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.
જાહેરાત






