મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રાયપુરની વ્યસ્ત બજારમાં ભીષણ આગથી અફરાતફરી

છત્તીસગઢની રાજધાની રાયપુરના વ્યસ્ત ગણાતા એમજી રોડ પર આવેલી એક ઓટોમોબાઈલ્સની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીક

છત્તીસગઢની રાજધાની રાયપુરના વ્યસ્ત ગણાતા એમજી રોડ પર આવેલી એક ઓટોમોબાઈલ્સની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. દુકાનની અંદર રહેલા ઓઈલ, ટાયર અને સ્પેરપાર્ટ્સ જેવા જ્વલનશીલ પદાર્થોના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી. આગને કારણે લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. સાવચેતીના ભાગરૂપે પોલીસે આસપાસનો વિસ્તાર ખાલી કરાવીને ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે  જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી

આ સમાચાર શેર કરો