VIDEO: છત્તીસગઢના ધમતરીમાં ગેરકાયદે ખનનથી રોષ..
સોર્સ : GSTV
છત્તીસગઢના ધમતરી જિલ્લાના ખરેંગા સ્મશાન ઘાટ પર ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન જમીનમાંથી માનવ કંકાલ બહાર આવતા સમગ્ર પંથકમાં ભારે હોબાળો મચી ગયો છે. રેત માફિયાઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ પર જેસીબી મશીનો વડે આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું જેના કારણે દફનાવવામાં આવેલા મૃતદેહોના અવશેષો સપાટી પર આવી ગયા હતા. આ ઘટનાના ભયાનક વીડિયો અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક ગ્રામજનો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

