મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાબા સિદ્દીકીની હત્યાને લઈને મહાયુતિમાં હંગામો, દેવેન્દ્ર ફડણવીસ પર પોતાના લોકોએ જ ઉઠાવ્યા સવાલ

NCP એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યાથી મહાયુતિમાં જ ખટરાગ ઊભો થયો હોય ત

બાબા સિદ્દીકીની હત્યાને લઈને મહાયુતિમાં હંગામો, દેવેન્દ્ર ફડણવીસ પર પોતાના લોકોએ જ ઉઠાવ્યા સવાલ

NCP એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યાથી મહાયુતિમાં જ ખટરાગ ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે સિદ્દીકીના મોતને લઈને હવે સૌથી વધુ સવાલો નાયબ મુખ્યમંત્રી પર ઉઠાવવામાં આવી રહ્યા છે. એલાયન્સ પાર્ટનર એનસીપીએ તો ત્યાં સુધી કહ્યું છે કે આ 'ગૃહ વિભાગની નિષ્ફળતા છે.' ખાસ વાત એ છે કે મહારાષ્ટ્ર સરકારમાં ફડણવીસ ગૃહ મંત્રાલય સંભાળે છે.

NCPના પ્રવક્તા એમએલસી અમોલ મિતકારીએ કહ્યું કે આ હત્યા તેમની પાર્ટી માટે મોટો ફટકો છે. તેમણે કહ્યું, 'હત્યા મુંબઈની કથળેલી સુરક્ષાની સ્થિતિ દર્શાવે છે. સામાન્ય માણસ સાથે આવું થાય તો આપણે સમજીએ છીએ... પરંતુ એક પૂર્વ મંત્રીની હત્યા થઈ છે, જે ગૃહ વિભાગની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કહ્યું, 'જો મુંબઈ પોલીસે બાબા સિદ્દીકીના જીવને ખતરાની વાતને ગંભીરતાથી લીધી હોત તો આ હત્યા ન થઈ હોત. આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવારે તેમના નજીકના મિત્ર ગુમાવ્યા.

NCPની સાથે સાથે રાજ્યના વિપક્ષી દળો પણ ફડણવીસ અને રાજ્ય સરકારને ઘેરી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું, 'ક્યાં છે સરકાર? જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવવામાં આવે છે ત્યારે સરકાર કોઈને કોઈ સ્ટોરી લઈને આવે છે. મુંબઈ, પુણે, નાગપુર અને રાજ્યના અન્ય ભાગોમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. શિવસેના (UBT) એ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર ફડણવીસના વિભાગમાં દખલ કરવાનો આરોપ મૂક્યો છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.

મુંબઈ પોલીસ અને ગૃહ વિભાગ પર ઉઠ્યા પ્રશ્નો

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, મનોજ જરાંગે પાટીલની આગેવાની હેઠળના પ્રદર્શન દરમિયાન પોલીસે વિરોધીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. તે દરમિયાન ફડણવીસને સાથી પક્ષોના પ્રશ્નોનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે, NCP નેતા છગન ભુજબળ તેમના બચાવમાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં ભાજપના કલ્યાણ પૂર્વના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેનાના કાર્યકર મહેશ ગાયકવાડને પોલીસ સ્ટેશનમાં ગોળી મારી દીધી હતી.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ દરમિયાન ફડણવીસ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. બદલાપુરમાં સગીર છોકરીઓની જાતીય સતામણીના કેસમાં સરકાર, પોલીસ અને ગૃહ વિભાગને પણ બોમ્બે હાઈકોર્ટના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો