અબુ આઝમી અને અખિલેશ યાદવ પર ભડક્યાં ઉદ્ધવ ઠાકરે, જુઓ શું કહ્યું
શિવસેના (UTB) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના ધારાસભ્ય અબુ આ

શિવસેના (UTB) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના ધારાસભ્ય અબુ આઝમીને બજેટ સત્રથી સસ્પેન્ડ કરવાનું સમર્થન કરતા કહ્યું કે, સસ્પેન્ડ કાયમ માટે થવા જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે, 'તેમને હંમેશા માટે સસ્પેન્ડ કરી દેવા જોઈએ. આ માત્ર બજેટ સત્ર માટે ન થવું જોઈએ, સસ્પેન્ડ કાયમી થવા જોઈએ.'
ઉદ્ધવ ઠાકરેએ અબુ આઝમીના સસ્પેન્ડ કરવા પર સપા પ્રમુખ અખિલેશ યાદવની 'X' પોસ્ટ પર પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'જો સસ્પેન્ડ કરવાનો આધાર વિચારધારાથી પ્રભાવિત થવા લાગે, તો અભિવ્યક્તિની આઝાદી અને ગુલામીમાં કોઈ ફરક નહીં રહે.'
મુગલ બાદશાહ ઔરંગઝેબના વખાણ કરનારી ટિપ્પણીને લઈને આઝમીને બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાથી બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. યાદવે 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે, 'સસ્પેન્ડનો આધાર જો વિચારધારાથી પ્રભાવિત થવા લાગશે તો અભિવ્યક્તિની આઝાદી અને પરતંત્રતામાં શું ફરક રહેશે.
સંસદીય કાર્ય મંત્રી ચંદ્રકાંત પાટિલે ગૃહમાં કહ્યું કે, 'આઝમીની વાંધાજનક ટિપ્પણીથી ગૃહની ગરિમાને ઠેસ પહોંચી છે, જેને લઈને આ સત્ર માટે તેમનું સભ્યપદ રદ કરવાનો પ્રસ્તાવ લવાયો.'
ઔરંગઝેબને લઈને કરી હતી ટિપ્પણી
જણાવી દઈએ કે, ઔરંગઝેબ પર ટિપ્પણી કરવું મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીને ખૂબ મોંઘુ પડ્યું હતું. અબુ આઝમીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં. તેમણે ઔરંગઝેબને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું અને ઔરંગઝેબને ક્રૂર પ્રશાસક નહીં પરંતુ કુશળ પ્રશાસક જણાવ્યો હતો અને કહ્યું કે, ઔરંગઝેબે મંદિરોની સાથે-સાથે મસ્જિદોને પણ નષ્ટ કરવાનું કામ કર્યું હતું.
સપા ધારાસભ્યએ માંગી માફી હતી
અબુ આઝમીએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'જો મારી વાતથી કોઈને ખોટું લાગ્યું તો હું પોતાનું નિવેદન પરત લઉં છું. વિધાનસભાનું કામ રોકાવું ન જોઈએ. મારી વાતને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી છે. એવું લાગે છે કે, મારી વાતોથી તોફાન આવી ગયું છે. ભલે છત્રપતિ શિવાજી મહારાજ હોય, છત્રપતિ સંભાજી મહારાજ હોય, ડૉ. ભીમરાવ આંબેડકર હોય અથવા જ્યોતિરાવ ફૂલે હું તમામનું સન્માન કરૂ છું.'








