બાંગ્લાદેશી ઘૂસણખોર બની ગઈ ગામની સરપંચ, TMC નેતા પર લાગ્યા આ આરોપ
પશ્ચિમ બંગાળના શાસક પક્ષ TMCની એક સરપંચ પર બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. TM

પશ્ચિમ બંગાળના શાસક પક્ષ TMCની એક સરપંચ પર બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. TMC નેતા લવલી ખાતૂન પર બનાવટી દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિકતા મેળવવાનો આરોપ છે. લવલી ખાતૂન બંગાળના હરિશ્ચંદ્રપુર બ્લોક 1ની રાશિદાબાદની સરપંચ છે.
આ પણ વાંચોઃ 'અમે હિંદુ બનવા માંગતા હતા, પરંતુ...'; લખનૌમાં સામૂહિક હત્યાકાંડના આરોપીએ કર્યા મોટા ખુલાસા
નકલી પ્રમાણપત્ર બનાવીને ચૂંટણી લડી
લવલી ખાતૂન પર આરોપ છે કે તેમણે નકલી પ્રમાણપત્ર બનાવીને કોંગ્રેસ વતી કથિત રીતે ચૂંટણી લડી હતી અને ટીએમસીના સમર્થનથી સરપંચપદ જીત્યું હતું. કોલકાતા હાઈકોર્ટે આ આરોપો અંગે સબ ડિવિઝનલ ઓફિસર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આ અંગે રેહાના સુલ્તાનાએ લવલી ખાતૂન વિરુદ્ધ કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી છે.
આ પણ વાંચોઃ ભાજપ મુદ્દે કેજરીવાલે RSSને લખ્યો પત્ર, મોહન ભાગવત સામે ઉઠાવ્યા સવાલ
સુલ્તાનાના વકીલ અમલાન ભાદુરીએ જણાવ્યું હતું કે, 'અરજદાર રેહાના સુલ્તાનાએ ટીએમસીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી પરંતુ કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર લવલી ખાતૂન સામે તેઓ હારી ગઈ હતી. ખાતૂન ચૂંટણી જીત્યાના એક-બે મહિનાની અંદર, તે ટીએમસીમાં જોડાઈ ગઈ હતી.
લવલી ખાતૂન પર શું છે આરોપ?
મીડિયા સાથે વાત કરતા, અમલાન ભાદુરીએ કહ્યું કે, 'લવલી ખાતૂનનું અસલી નામ નાસિયા શેખ છે અને તે બાંગ્લાદેશી ઈમિગ્રન્ટ છે જે પાસપોર્ટ વિના ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે વર્ષ 2015માં ખાતૂનના નામે આધાર કાર્ડ જારી કરવામાં આવ્યું હતું અને 2018માં જન્મ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ભાદુરીએ કહ્યું છે કે લવલી ખાતૂને ચૂંટણી માટે પોતાની યોગ્યતા સાબિત કરવા માટે તેના આધાર કાર્ડ, મતદાર કાર્ડ અને OBC સ્ટેટસ જેવા નકલી દસ્તાવેજો બનાવ્યા છે. અમને સ્થાનિક લોકો પાસેથી એ પણ જાણવા મળ્યું કે ખાતૂન પડોશી ગામમાં ગઈ હતી. એક વ્યક્તિને તેના પિતાનું નામ જણાવવાનું કહેવામાં આવ્યું. બધા જાણે છે કે તેના પિતાનું નામ શેખ મુસ્તફા નહીં પણ જમીલ બિશ્વાસ છે, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરમાં પણ શેખ મુસ્તફાના પરિવારમાં લવલીનો કોઈ ઉલ્લેખ નથી.
વકીલે આગળ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે ખાતૂન ભારતીય નાગરિક નથી ત્યારે ચૂંટણી કેવી રીતે લડી શકે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશેલા બાંગ્લાદેશી નાગરિકો માટે બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવવા માટે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.






