તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પ્રવાસન વિભાગને આવ્યો મેલ
તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અરાજક તત્ત્વોએ આ ધમકી ટૂરિઝમ વિભાગના અધિકારીઓને મેલ પર આપી છ

તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અરાજક તત્ત્વોએ આ ધમકી ટૂરિઝમ વિભાગના અધિકારીઓને મેલ પર આપી છે. આ ધમકી બાદ તાજમહેલની સુરક્ષા વધારવામાં આવી છે. આગ્રા પોલીસ મેલ અને તેને ટૂરિઝમ વિભાગને મોકલનારાની તપાસમાં લાગી ગઇ છે. બોમ્બની ધમકી મળ્યા બાદ ડૉગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડને પણ બોલાવવામાં આવી છે.
તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત ઐતિહાસિક તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્કૂલ,ટ્રેન અને હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે ઐતિહાસિક તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ એલર્ટ થઇ ગઇ છે. વિશ્વની સાત અજાયબીમાં સામેલ તાજમહેલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઇ ગઇ છે.
ધમકી બાદ તાજમહેલની અંદર અને બહાર સુરક્ષા વધારવામાં આવી છે. તાજમહેલની અંદર CISFની ટીમે તપાસ હાથ ધરી છે. તાજમહેલના તમામ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી.






