મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'આ વકફની જમીન છે', કોંગ્રેસ શાસિત રાજ્યના ખેડૂતોને નોટિસ મળતા વિવાદ

કર્ણાટકમાં ખેડૂતોની જમીનને વકફ બોર્ડની સંપત્તિ બતાવવામાં આવતા વિવાદ ઉભો થ

'આ વકફની જમીન છે', કોંગ્રેસ શાસિત રાજ્યના ખેડૂતોને નોટિસ મળતા વિવાદ

કર્ણાટકમાં ખેડૂતોની જમીનને વકફ બોર્ડની સંપત્તિ બતાવવામાં આવતા વિવાદ ઉભો થયો છે. ભાજપે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર પ્રહાર કર્યા છે.જોકે, વિવાદ વધતા સિદ્ધારમૈયાએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે કેટલાક જિલ્લામાં ખેડૂતોની જમીનના દસ્તાવેજ માટે કોઇ પણ બદલાવને તરત પરત લેવામાં આવે.

શું છે ઘટના?

મહત્ત્વપૂર્ણ છે કે ઓક્ટોબર મહિનામાં વિજયપુરાના ખેડૂતોને નોટિસ મળી હતી. નોટિસમાં લખ્યુ હતું કે જમીન રેકોર્ડ અનુસાર વકફની સંપત્તિ છે. તે બાદ જ્યારે ખેડૂતોએ વિરોધ કર્યો ત્યારે મુખ્યમંત્રીએ મહેસૂલ, લઘુમતી કલ્યાણ, કાયદાકીય વિભાગો અને વક્ફના CEO સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ ખેડૂતોને આપવામાં આવેલી નોટિસ તાત્કાલિક પાછી ખેંચી લેવા આદેશ કર્યો હતો.

આ ઘટનાને લઇને ભાજપે કર્ણાટક સરકાર વિરૂદ્ધ મોરચો શરૂ કર્યો છે અને સિદ્ધારમૈયા સરકારને 1974 વકફ પ્રોપર્ટી ગેઝેટ નોટિફિકેશન પરત લેવાની માંગ કરી છે.ભાજપ અનુસાર, રાજ્યમાં છેલ્લા 50 વર્ષમાં બનેલા રેકોર્ડનો ઉપયોગ હવે લઘુમતી તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ માટે થઇ રહ્યો છે. ભાજપના ધારાસભ્ય સીએન અશ્વથ નારાયણે કહ્યું કે રાજ્યમાં ખેડૂતોને ડર છે કે તેમની જમીન છીનવાઇ શકે છે.

આ પણ વાંચો:  JMM-કોંગ્રેસ અને RJD ઘૂસણખોરોના સમર્થક, ઝારખંડમાં PM મોદીના વિપક્ષ પર પ્રહાર

કર્ણાટકના મુખ્યમંત્રીએ શું કહ્યું?

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટના પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, "હું કર્ણાટકની જનતાને વિનંતી કરૂં છું કે તે સમજે કે ભાજપનો અસલી ઇરાદો શું છે.અમારી સરકાર દ્વારા વકફ સંપત્તિના મુદ્દા પર ખેડૂતોને આપવામાં આવેલી નોટિસ તાત્કાલિક પરત ખેંચી લેવાના આદેશ આપ્યા બાદ પણ ભાજપના નેતાઓ તેમના વિરોધમાં અડગ છે, તેમના ઇરાદા સંપૂર્ણપણે રાજકીય છે, તેમને આપણા ખેડૂતોને કલ્યાણમાં કોઇ રસ નથી."

આ સમાચાર શેર કરો