JMM-કોંગ્રેસ અને RJD ઘૂસણખોરોના સમર્થક, ઝારખંડમાં PM મોદીના વિપક્ષ પર પ્રહાર
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઢવામાં ચૂંટણી રેલી યોજી હતી. પીએમ મોદીએ ઝારખંડના ગઢ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઢવામાં ચૂંટણી રેલી યોજી હતી. પીએમ મોદીએ ઝારખંડના ગઢવામાં આવેલા લોકોને કહ્યું કે તમે કેટલાક મહિના પહેલા દિલ્હીમાં ત્રીજી વખત ભાજપ-NDAની સરકાર બનાવી છે. હવે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી છે, આપણે અહીં ભાજપ-NDAના નેતૃત્ત્વમાં ડબલ એન્જિનની સરકાર બનાવવાની છે.
https://twitter.com/ANI/status/1853325458261389761
ભાજપનો શાનદાર સંકલ્પ પત્ર-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભાજપ, ઝારખંડની સુવિધા, સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિની ગેરંટીની સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. હું ઝારખંડ ભાજપને શુભકામના પાઠવું છું કે કાલે ઝારખંડ ભાજપે શાનદાર સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આ સંકલ્પ પત્ર રોટી-બેટી-માટીના સમ્માન, સુરક્ષા અને સમૃદ્ધિ માટે સમર્પિત છે.
ભાજપે અલગ ઝારખંડ રાજ્ય બનાવડાવ્યું- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આ વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષની વિદાય નક્કી છે. પીએમ મોદીએ યાદ અપાવ્યું કે ભાજપે જ અલગ ઝારખંડ રાજ્ય બનાવડાવ્યું હતું. કેટલાક લોકો કહેતા હતા કે અમારી છાતી પર ઝારખંડ બનશે. પીએમ મોદીએ કહ્યું કે JMM ગઠબંધનની સરકારે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. તમારે JMM-કોંગ્રેસ સરકારને પૂછવું જોઇએ કે રાજ્યમાં અબુઆ આવાસ યોજનાનું શું થયું? લોકસભા ચૂંટણી દરમિયાન મે દેશભરમાં 3 કરોડ નવા ઘર બનાવવાની ગેરંટી આપી હતી. હવે ભાજપ ઝારખંડે પણ 21 લાખ નવા ઘર બનાવવાનો સંકલ્પ લીધો છે. દરેક ગરીબ પાસે ઘર હોય આ ભાજપની ગેરંટી છે.
આ પણ વાંચો: PM મોદીએ એવું તો શું પૂછ્યું કે, જયશંકરે પણ મૌન ધારણ કરવું પડ્યું હતું?
JMM-કોંગ્રેસ-RJD ઘૂસણખોરોના સમર્થક- PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે JMM-કોંગ્રેસ-RJDએ તુષ્ટિકરણની નીતિને ચરમસીમા પર પહોંચાડી છે.આ ત્રણેય પક્ષો ઘૂસણખોરોના સમર્થક છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોના મત મેળવવા માટે તેઓ આ ઘૂસણખોરોને આખા ઝારખંડમાં વસાવી રહ્યા છે.
JMM-કોંગ્રેસ-RJDએ ભ્રષ્ટાચાર કર્યો- PM મોદી
PM મોદીએ કહ્યું કે, ઝારખંડે છેલ્લા 5 વર્ષમાં જોયું છે કે JMM-કોંગ્રેસ-RJD સરકારે કેવી રીતે ભ્રષ્ટાચાર કર્યો છે. મુખ્યમંત્રી હોય, મંત્રી હોય, ધારાસભ્ય કે પછી સાંસદ હોય. એવું કોઇ બાકી નથી જેમને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો સામનો ના કર્યો હોય. ભ્રષ્ટાચાર દેશને ઉધઇની જેમ ખોખલો કરી નાખે છે. ભ્રષ્ટાચાર, ગરીબ, દલિત, પછાત લોકો અને આદિવાસીઓને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે અને બરબાદ કરે છે.








