આ ભૂલો ચૂંટણી પંચને પડી શકે છે મોંઘી, જાણો ઓછા મતદાન પાછળના કારણો
દેશમાં લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. દેશમાં લોકશાહીના સૌથી મોટ

દેશમાં લોકસભાની ચૂંટણી શરૂ થઈ ગઈ છે. દેશમાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવની ઉજવણી શરૂઆતથી જ ધીમી જોવા મળી છે. પ્રથમ તબક્કામાં લગભગ 63 ટકા મતદાન થયું હતું. આ 2019ના પ્રથમ તબક્કાની સરખામણીએ ઓછું મતદાન છે. હવે તમામ પક્ષો ઓછા મતદાનથી ચિંતિત છે, તેમના તમામ સમીકરણો ખોટા પડી ગયા છે, વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ ઓછા મતદાનનું એક કારણ જનતામાં ઘટતો ઉત્સાહ છે અને એ જ ઘટતા ઉત્સાહનું એક કારણ ખુદ ચૂંટણી પંચ છે.
આ વખતે ચૂંટણી પંચે કહ્યું છે કે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. દેશમાં કુલ 44 દિવસ ચૂંટણીના માહોલમાં રહેવાનું છે. હવે આ ચૂંટણી સ્વતંત્ર ભારતની બીજી સૌથી મોટી ચૂંટણી હોવાનું કહેવાય છે. આ પહેલા દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી જ આટલા લાંબા સમય સુધી ખેંચાઈ હતી. આવી સ્થિતિમાં દરેકના મનમાં સવાલ એ છે કે ચૂંટણી પંચે આટલી લાંબી ચૂંટણી પ્રક્રિયા કેમ ગોઠવી છે. આ ઉપરાંત બદલાતા હવામાનને ધ્યાનમાં ન રાખવું અને આયોજન વિના ચૂંટણીની તારીખો નક્કી કરવી એ પણ મોટી ભૂલ હોવાનું સામે આવ્યું છે. અહીં અમે તમને ચાર મુખ્ય કારણો જણાવીએ છીએ જે ઓછા વોટિંગ માટે જવાબદાર હોઈ શકે છે.
ચૂંટણીની તારીખો
એવું કહેવાય છે કે ઘણી વખત જનતા તેમના મતાધિકારને લઈને બહુ ઉત્સાહિત નથી હોતી, જો તેમને મતદાન માટે રજા મળે તો તેઓ પરિવાર સાથે ફરવા નીકળી જાય છે. હવે આ વલણ ચોક્કસપણે સત્ય છે, એક મોટો વર્ગ પણ આવું કરે છે. પરંતુ ચૂંટણી પંચની જવાબદારી છે કે તે વલણને તોડીને તારીખો એવી રીતે જાહેર કરે કે લોકો રજાની ઉજવણી કરવા જઈ શકે નહીં. પરંતુ આ વખતે ચૂંટણી પંચે એવી રીતે તારીખો સેટ કરી છે કે લોકો આ રજામાં આરામથી ફરાવમાંનો પ્લાન બનાવી શકે. ચૂંટણીની તારીખો પર એક નજર કરીએ
- પ્રથમ તબક્કો: શુક્રવાર, એપ્રિલ 19
- બીજો તબક્કો: શુક્રવાર, 26 એપ્રિલ
- ત્રીજો તબક્કો મંગળવાર 7 મે
- ચોથો તબક્કો, સોમવાર 13 મે
- પાંચમો તબક્કો, સોમવાર 20 મે
- છઠ્ઠો તબક્કો, શનિવાર 25 મે
- સાતમો તબક્કો, શનિવાર, 1 જૂન
જો ઉપરની તારીખો પર ધ્યાનથી નજર નાખીએ તો જોવા મળશે કે, ચૂંટણી પંચે મતદાનની તારીખ માટે શુક્રવાર, શનિવાર, સોમવાર જેવા દિવસો પસંદ કર્યા છે. એક તરફ, શનિ-રવિને વીકએન્ડ ગણાય છે. તેમાં શુક્રવાર અને સોમવારની રજાનો સમાવેશ કરવામાં આવે તો તે ત્રણ દિવસનું વીકએન્ડ થઇ જાય છે. જો કોઈ વ્યક્તિ શુક્રવારે રજા લે તો તેને શનિવાર-રવિવારની રજા એટલે કે ત્રણ દિવસની રજા સરળતાથી મળી જાય છે. તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ સોમવારે રજા લેવાનું નક્કી કરે છે, તો તેને શનિવાર, રવિવાર અને સોમવારના રૂપમાં ત્રણ દિવસ માટે ક્યાંક બહાર જવાની તક મળી શકે છે. બીજી બાજુ, વ્યક્તિ ફક્ત એક દિવસની રજા લઇ આરામથી ચાર દિવસનું વીકએન્ડ માણી શકે તેમ છે.
હવે અહીં જે આટલી સહેલાઈથી સમજી શકાય તેવી વાત છે, તો શું ચૂંટણી પંચને આ વાત ધ્યાનમાં કેમ ના આવી, ઓછા મતદાન માટે તે જનતાને દોષી ઠેરવી શકે છે, તે કહી શકે છે કે લોકો પોતાની જવાબદારીઓથી ભાગી રહ્યા છે, પરંતુ તેમને પ્રોત્સાહિત કરવાનું કામ કોને કર્યું છે? શું ચૂંટણી પંચને શુક્રવાર, શનિવાર અને સોમવાર સિવાય વધુ સારો દિવસ ના મળ્યો? સાતેય તબક્કાનું મતદાન એવા દિવસોમાં થઈ રહ્યું છે જ્યારે તે કાં તો વીકએન્ડ હોય અથવા તો એક યા બે રજા લઈને તેને લાબું વીકએન્ડ જેવો બનાવી શકાય.
બધા જ રાજ્યોમાં પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હતી
એક ચોંકાવનારી વાત સામે આવી છે કે આ વખતે ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત મોડી કરી છે. દરેક વ્યક્તિ વિચારી રહ્યો હતો કે માર્ચના અંતમાં અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં દેશ ચૂંટણીના મોડમાં હશે. પરંતુ અહીં પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થયું હતું અને બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થવા જઈ રહ્યું છે. હવે જો વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલતી હોય, શિક્ષકો અને અન્ય અધિકારીઓ વ્યસ્ત હોય તો ચૂંટણી મોકૂફ રહે તે સમજી શકાય તેમ હતું. પરંતુ આ વખતે તમામ પરીક્ષાઓ સમયસર પુરી થઈ હતી. CBSEની 12મીની પરીક્ષા સૌથી લાંબી ચાલી હતી, પરંતુ તે પણ 2જી એપ્રિલે પૂર્ણ થઈ હતી. તેના ઉપર જો ચેકીંગ માટે થોડો સમય આપવામાં આવે તો ચૂંટણીની તારીખોની જાહેરાતમાં હજુ ઘણા દિવસો બાકી રહે તેમ છે. પરંતુ ચૂંટણી પંચે આવું કોઈ આયોજન કર્યું નથી.
ચાલો કેટલીક તારીખો દ્વારા તમને સમજાવવાનો પ્રયાસ કરીએ. CBSEની 10મા ધોરણની પરીક્ષા 13 માર્ચે પૂરી થઈ હતી, UP બોર્ડની પરીક્ષા 9 માર્ચે પૂરી થઈ હતી. અન્ય રાજ્યોની બોર્ડની પરીક્ષાઓ પણ ફેબ્રુઆરી-માર્ચ સુધીમાં પૂરી થઈ ગઈ હતી, જેનો અર્થ છે કે ચૂંટણી પંચ પાસે વહેલી ચૂંટણી કરાવવાના તમામ કારણો હતા. પરંતુ હજુ પણ 19મી એપ્રિલથી જ મતદાન શરૂ થયું હતું.
અસહ્ય ગરમી
હવે ચૂંટણી પંચે આ ચૂંટણીને આટલી લાંબી ખેંચી છે. તેનાથી મોટું નુકસાન થઈ રહ્યું છે. હવે જેમ જેમ ચૂંટણી આગળ વધી રહી છે તેમ તેમ તાપમાન પણ વધશે. આ વખતે ગરમી ઘણા રેકોર્ડ તોડી નાખશે તેવું કહેવામાં આવી રહ્યું છે. મે મહિનામાં તાપમાન 40 ડિગ્રી વટાવી 50ની નજીક પહોંચી જશે. મેના અંત સુધીમાં હીટ વેવની સ્થિતિ રહેશે એટલે કે આકરી ગરમી પણ લોકોને મતદાનથી દૂર રાખવા માટે પૂરતી છે. હવામાનની પેટર્ન આ સમયે મતદાન માટે યોગ્ય જણાતી નથી. જો ચૂંટણી થોડી વહેલી યોજાઈ હોત અને ઓછા દિવસોમાં યોજાઈ હોત તો જૂનની આકરી ગરમી ટાળી શકાઈ હોત.
લગ્નની મોસમ
હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે જેના કારણે મોટાભાગના લોકો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વ્યસ્તતાને કારણે મોટાભાગના લોકો પોતપોતાના બૂથ પર પહોંચ્યા ન હતા.








