મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દેશનું ગૌરવ વધ્યું... ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ, રાષ્ટ્રીય વિરાસતની ભાવનાને પ્રોત્સાહન મળશે

ભારતીય સેનાએ ગુલામીની નિશાની મુ

દેશનું ગૌરવ વધ્યું... ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ, રાષ્ટ્રીય વિરાસતની ભાવનાને પ્રોત્સાહન મળશે

ભારતીય સેનાએ ગુલામીની નિશાની મુક્ત કરતો અને ભારતીય વીરોને સન્માન આપતો એક મોટો નિર્ણય લીધો છે. સદીઓથી બ્રિટિશ ગુલામીની યાદ અપાવતા અંગ્રેજી નામોને હવે હંમેશા માટે હટાવી લેવામાં આવ્યા છે. સેનાએ દેશભરમાં પોતાના પ્રતિષ્ઠાનો, કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારો અને સૈન્ય સ્ટેશનોમાં 246 રસ્તાઓ, બિલ્ડિંગો અને અન્ય સુવિધાઓના નામ બદલી નાખ્યા છે.

અંગ્રેજ અધિકારીઓના નામો હટાવી 246 સ્થળોને વીરોના નામ અપાયા

ભારતીય સેનાએ જે સ્થળોના નામો બદલ્યા છે, તેઓના અગાઉ નામ અંગ્રેજી અધિકારી કે વાયસરાયના નામે હતા. જોકે હવે આ સ્થળો ભારત માતાના વીર જવાનો, વીરતાના પુરસ્કાર મેળવનાર સૈનિકો, યુદ્ધમાં શહીદ થયેલા જવાનો અને સેનાના મુખ્ય વડાના નામે ઓળખાશે. નામ બદલાયેલા 246 સ્થળોમાં 124 રસ્તાઓ, 77 કોલોની, 27 બિલ્ડિંગો અને અન્ય સૈન્ય સુવિધાઓ તેમજ 18 પાર્ક તેમજ રમતના મેદાનો વગેરે સામેલ છે.

રાષ્ટ્રીય વિરાસતની ભાવનાને પ્રોત્સાહન મળશે

ભારતીય સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ, ગુલામી સમયના નામો હટાવીને, તેમના બદલે આપણા વીરો, યુદ્ધ નાયકો અને પ્રતિષ્ઠિત સૈન્ય અધિકારીઓનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવાયો છે. આનાથી રાષ્ટ્રીય વિરાસતની ભાવનાને પ્રોત્સાહન મળશે. જેઓએ ભારતને ગુમાલ બનાવ્યા હતા અને તેમના નામે રસ્તાઓ હતા, ત્યાંથી ભારતીય સૈનિકો પરેડ કરતા રહ્યા. જોકે હવે આ બદલાઈ ગયું છે.

ભારતીય સેનાનો ઐતિહાસિક નિર્ણય

124 રસ્તાઓ : કેન્ટોન્ટમેન્ટની અંદરની 124 મુખ્ય રસ્તાઓ નામ બદલાયા

77 કોલોનીઓ : જ્યાં સૈનિકો અને અધિકારીઓનો પરિવાર રહે છે, તે 77 કોલોનીઓના નામ બદલાયા

27 બિલ્ડિંગો : હેડક્વાર્ટર અને અન્ય સૈનિય સુવિધાઓવાળી 27 બિલ્ડિંગોના નામ બદલાયા

18 અન્ય સુવિધાઓ : પાર્ક, ટ્રેનિંગ એરિયા, રમત-ગમતના મેદાન, ગેટ અને હેલીપેડ સામેલ છે, તેના પણ નામ બદલાયા

ઐતિહાસિક ફેરફારથી દેશનું ગૌરવ વધ્યું

આ ઐતિહાસિક ફેરફારની નવી પેઢીને પ્રેરણા આપતી સૌથી મહત્ત્વની વાત એ છે કે, આમ કરવાથી પરમવીર ચક્ર વિજેતાઓથી લઈને કારગીલ યુદ્ધના નાયકોને સન્માન આપવામાં આવ્યું છે. આનાથી દેશનું ગૌરવ વધવાની સાથે સાથે નવી પેઢી પણ ભારતીય વીરોને વધુ ઓળખતી થશે. આ ફેરફારથી રાષ્ટ્રીય ગૌરવની ભાવના મજબૂત થશે. આગામી પેઢીઓ ભારતના વીર સૈનિકોની ગાઢાઓથી પ્રેરિત થશે.

આ સમાચાર શેર કરો