મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'વિપક્ષ પરાજયની નિરાશાથી બહાર નીકળે...' અહીં નાટક નહીં, નીતિ પર ચર્ચા થવી જોઈએ- PM મોદી

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. તે ૧૯ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે, જેમાં બંને ગૃહોમ

'વિપક્ષ પરાજયની નિરાશાથી બહાર નીકળે...' અહીં નાટક નહીં, નીતિ પર ચર્ચા થવી જોઈએ- PM મોદી

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. તે ૧૯ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે, જેમાં બંને ગૃહોમાં ૧૫-૧૫ બેઠકો મળશે. વિરોધ પક્ષો SIR, આંતરિક સુરક્ષા અને શ્રમ સંહિતા પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. દરમિયાન, સરકાર વંદે માતરમ પર ચર્ચા ઇચ્છે છે. શિયાળુ સત્ર તોફાની રહેવાની ધારણા છે. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય નીતિ માટે સકારાત્મકતા જરૂરી છે. ગૃહ હોબાળો કરવા માટે નથી.

સૂત્રોચ્ચાર માટે  આખો દેશ ખાલીછે.. ગૃહમાં કોઈ નકારાત્મકતા ન હોવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે તેઓ વિપક્ષને કેવી રીતે પ્રદર્શન કરવું તે અંગે સૂચનો આપવા તૈયાર છે. ગૃહમાં હાર પર તેમણે પોતાની હતાશા વ્યક્ત ન કરવી જોઈએ. વિપક્ષે પોતાની રણનીતિ બદલવી જોઈએ. વિપક્ષે પણ પોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ. દેશની આર્થિક સ્થિતિ મજબૂત થઈ રહી છે.

વડાપ્રધાન મોદીના વિપક્ષ પર પ્રહાર 

શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે સાબિત કર્યું છે કે લોકશાહી કાર્ય કરી શકે છે. આ સત્ર વિકસિત ભારતના લક્ષ્યમાં વધુ ઊર્જા ભરવાની તક છે. આ સાથે પીએમ મોદીએ વિપક્ષને હારની નિરાશાને દૂર કરવા અને મજબૂત મુદ્દાઓ ઉઠાવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આ સત્ર હારની નિરાશા કે વિજયના ઘમંડનું મેદાન ન બનવું જોઈએ. નવી પેઢીના સભ્યોએ અનુભવનો લાભ લેવો જોઈએ. અહીં નાટક નહીં, પરંતુ ડિલિવરી હોવી જોઈએ. રાષ્ટ્રીય નીતિ પર ચર્ચા થવી જોઈએ.

આ સમાચાર શેર કરો