મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'મોદીજી... પ્લીઝ મારી મદદ કરો', અંડર વર્લ્ડ ડોન હાજી મસ્તાનની પુત્રીની આપવિતી

એક સમયે જેના નામથી મુંબઈ કાંપતું હતું એવા અન્ડર વર્લ્ડ ડોન હાજી મસ્તાનની પુત્રી હસીન મસ્તાન મિ

તસવીર: google

એક સમયે જેના નામથી મુંબઈ કાંપતું હતું એવા અન્ડર વર્લ્ડ ડોન હાજી મસ્તાનની પુત્રી હસીન મસ્તાન મિર્જાએ પીએમ મોદી અને અમિત શાહને અરજી કરી છે. પ્લીઝ મને એક વકીલ ઉપલબ્ધ કરાઓ. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ હસીને એક વીડિયો મારફતે જણાવ્યું હતું કે તેની સાથે બળાત્કાર થયો છે. મારી હત્યાના પ્રયાસો થયા છે.  

દિવંગત માફિયા ડોન હાજી મસ્તાનની પુત્રી હસીન મસ્તાન મિર્ઝા હાલમાં સમાચારમાં છે. તેણીએ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ન્યાય માટે અપીલ કરી છે. તેણીએ કથિત જાતીય શોષણ, બળજબરીથી લગ્ન અને મિલકત હડપ કરવાના કેસમાં તેમના હસ્તક્ષેપની માંગ કરી છે. તેણીએ પોતાની સાથે થયેલા અત્યાચારોની વાર્તા વર્ણવતા માંગ કરી છે કે એક ભારતીય નાગરિક તરીકે તેણી ન્યાયને પાત્ર છે.

વડા પ્રધાન મોદીને આ ખાસ અપીલ
હસીન મસ્તાન મિર્ઝાએ વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને અપીલ કરતા કહ્યું કે, "મેં જે અન્યાય, શોષણ અને જુલમની વાર્તા કહી છે તે મારી વાર્તા છે, મારા પિતાની નહીં. હું વિનંતી કરું છું કે મારી સાથે જે કંઈ થયું તેને મારા પિતા સાથે ન જોડવામાં આવે. દરરોજ બાળકોનું અપહરણ થઈ રહ્યું છે અને રમખાણો થઈ રહ્યા છે. દેશમાં કાયદા એટલા કડક હોવા જોઈએ કે લોકો ગુનાઓ કરવાથી ડરે. 

આ સમાચાર શેર કરો