Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The cruel Kali Yuga: A young man along with his friends killed his younger brother and threw his body on the river bank.

ઘોર કળિયુગ: યુવકે મિત્રો સાથે મળીને તેના જ નાના ભાઈની હત્યા કરી, લાશ નદી કિનારે ફેંકી દીધી

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ઘોર કળિયુગ: યુવકે મિત્રો સાથે મળીને તેના જ નાના ભાઈની હત્યા કરી, લાશ નદી કિનારે ફેંકી દીધી
સોર્સ : GSTV

બેંગ્લુરુમાં એક યુવકે પોતાના નાના ભાઈના હિંસક અને ગુનાહિત વર્તનથી કંટાળીને તેની હત્યા કરી દીધી છે. આ કેસમાં જેની સામે આરોપ લાગ્યો છે, તે યુવકે પોતાના મિત્રો સાથે મળીને જ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. તેમણે તેના ભાઈની કારમાં હત્યા કરી અને તેની લાશ નદી કિનારે ફેંકી દીધી હતી. 

App Store

મૃતક યુવકની ઓળખ 24 વર્ષીય ધનરાજ તરીકે થઈ છે. આરોપી ભાઈની ઓળખ 28 વર્ષીય શિવરાજ તરીકે થઈ છે, જે મૂળ કલબુર્ગી જિલ્લાનો રહેવાસી છે.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, મૃતક યુવક ધનરાજ કલબુર્ગીમાં પોતાના માતા-પિતા સાથે રહેતો હતો. ધનરાજ ચોરી, દારૂનું સેવન અને વારંવાર ઝઘડા જેવા આરોપોમાં સામેલ રહેતો હતો. તે વારંવાર પોતાના માતા-પિતા સાથે મારપીટ કરતો હતો. તે પોતાના મોટા ભાઈ શિવરાજ સાથે પણ મારપીટ કરી ચૂક્યો છે. આટલું જ નહીં પાડોશીઓએ પણ મોબાઈલ અને પશુઓની ચોરીની ફરિયાદ કરી હતી.

આવી રીતે ઘટનાને આપ્યો અંજામ

મળતી માહિતી મુજબ ઘટનાને અંજામ આપતા પહેલા શિવરાજે ધનરાજને બન્નેરઘટ્ટા NICE રોડ જંકશન પાસે એક કારમાં બેસાડ્યો. શિવરાજની સાથે તેના બે મિત્રો પણ હતા. ધનરાજ કારની આગળની સીટ પર બેઠો હતો અને ફોન જોઈ રહ્યો હતો, ત્યારે સંદીપ અને પ્રશાંતે તેને પાછળથી પકડી લીધો. પછી શિવરાજે ધારદાર હથિયારથી તેની ગરદન પર હુમલો કર્યો, જેનાથી કારની અંદર જ તેનું મોત થઈ ગયું. 

પુરાવાનો નાશ કર્યો

ત્યારબાદ મૃતદેહને બન્નેરઘટ્ટા-કગ્ગલીપુરા રોડ પર એક નદી કિનારે ફેંકી દીધો. પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ કારની મેટ અને હથિયાર ઈલેક્ટ્રોનિક સિટી NICE રોડ નજીક ફેંકી દીધા. ચાર દિવસ પછી 6 નવેમ્બરના રોજ મૃતદેહ મળી આવ્યો હતો.

આવી રીતે થયો ખુલાસો

પોલીસને શરૂઆતમાં શંકા હતી કે તે અકુદરતી મૃત્યુ છે. જોકે, નજીકની એક પ્રાઈવેટ કંપનીના સીસીટીવી ફૂટેજમાં કાર રોકીને આરોપીઓ મૃતદેહ ફેંકતા દેખાય આવ્યા, જે મહત્વપૂર્ણ પુરાવો બન્યો. ત્યારબાદ ગાડી નંબરના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. આ ત્રણેય સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.