Video: નકસલ પ્રભાવિત વિસ્તારની બદલાઈ દશા, આત્મસમર્પણ કરનાર નક્સલવાદીઓને હાથશાળાની અપાઈ ટ્રેનિંગ

સોર્સ: gstv

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં હવે હથિયારોના બદલે હાથશાળ અને ચરખાના માધ્યમથી નવી જિંદગીની શરૂઆત થઈ રહી છે. વર્ષો સુધી નક્સલવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા બાદ આત્મસમર્પણ કરનારા લોકોને મુખ્યધારામાં લાવવા માટે નકસલવાદીઓને ચરખા, હાથસાળ અને ખાદી વણાટની તાલિમ આપવામાં આવી રહી છે. આ તાલિમનો મુખ્ય હેતું તેમને કૌશલ્ય શીખવવા સાથે હિંસાનો માર્ગ છોડીને સામાન્ય જીવન તરફ પાછા ફરવા અને આર્થિક આધાર પુરો પાડવાનો પણ છે.

અત્યાર સુધી નક્સલવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલા એ લોકો માટે રોજગારી અને આર્થિક સુરક્ષા એક મોટો પડકાર રહ્યો છે. આત્મસમર્પણ કર્યા બાદ પૂર્વ નકસલવાદીઓને પરિવારનું ગુજરાન ચલાવવાની અને સમાજમાં ફરીથી સ્થાન બનાવવાની મુશ્કેલી ઊભી થાય છે. આવી સ્થિતિમાં હાથશાળ અને ખાદી વણાટની તાલીમ તેમના માટે રોજગારીનું નવું સાધન બનશે. તાલીમ દરમિયાન તેમને કાપડ વણવાની પ્રક્રિયા, ચરખાનો ઉપયોગ અને હાથશાળ પર કામ કરવાની પદ્ધતિ શીખવવામાં આવી રહી છે.

જાહેરાત

ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા આ તાલીમ ચાર મહિના સુધી આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા લાભાર્થીઓને હાથશાળ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ પોતાનું કામ શરૂ કરી શકે અને આવક મેળવી શકે. આ રીતે તાલીમ સાથે સાધન પણ આપવાની યોજના છે, જેથી માત્ર કૌશલ્ય શીખીને જ નહીં, પરંતુ વાસ્તવિક રીતે સ્વરોજગારી શરૂ કરીને તેઓ આત્મનિર્ભર બની શકે.

દંતેવાડા ભારતનો સૌથી મોટો નકસલ પ્રવાભિત વિસ્તાર હતો. આઝાદી સમયથી આ વિસ્તારમાં નકલસ પ્રવૃતિ બેરોકટોક થતી હતી. એક સમય એવો હતો કે આ વિસ્તારમાં અર્મી કે પેરામિલિટરી ફોર્સ પણ એકલા જઇ શકતા ન હતા. દાંતેવાડા અને બસ્તર ભારતમાં નકસલવાદનું ગઢ ગણાતો હતો. જો કે હવે દેશમાં નકશલવાદનો ખાત્મો થયા બાદ સ્થિતિ સુધરી છે. હવે આ નકસલવાદીઓ મુખ્ય પ્રવાહમાં ભળીને સામાન્ય જિંદગી જીવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત