નકસલીઓ બાળકો ઉપાડી જતા હતાં છતાં અગાઉની સરકારો ચૂપ રહેતી - PM મોદી

નકસલીઓ બાળકો ઉપાડી જતા હતાં છતાં અગાઉની સરકારો ચૂપ રહેતી - PM મોદી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નકસલી હિંસા અંગે અગાઉની સરકારો પર પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે નકસલ અસરગ્રસ્ત વિસ્તારોમાં આદિવાસી સમુદાયો પાસેથી મત આપવાનો અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો હતો. આમ છતાં અગાઉની સરકારો મૂકદર્શક બની રહી હતી.
પીએમ મોદીએ આ વાત રવિવારે જનજાતીય ગૌરવ દિવસનાં કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કરતી વખતે જણાવી હતી. આ કાર્યક્રમ આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની ૧૫૧મી જયંતીનાં પ્રસંગે મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં આયોજિત કરવામાં આવ્યો હતો.


પીએમ મોદીએ જણાવ્યું હતું કે અગાઉ માઓવાદીઓ આદિવાસી બાળકોને બળજબરીપૂર્વક ઉઠાવીને લઇ જતા હતાં. આદિવાસી યુવતિઓનું અપહરણ કરવામાં આવતું હતું. તે સમયની સરકારોે આ અંગે ચુપ રહી હતી. નકસલીઓએ આદિવાસીઓને મત આપવાનાં અધિકારથી પણ વંચિત રાખ્યા હતાં.વડાપ્રધાને દાવો કર્યો હતો કે હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. નકસલ હિંસા ઘટી જવાને કારણે આદિવાસી વિસ્તારોમાં સુરક્ષાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આદિવાસી મહિલાઓ હવે સરકારને આર્શિવાદ આપી રહી છે.
હિંસાથી અસરગ્રસ્ત રહેલા બાળકોને શિક્ષણ અને રોજગારની તકો મળી રહી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૨થી ૧૩ વર્ષોમાં લગભગ ૫૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમણે આને સ્વતંત્રતા પછી ભારતની મોટી સિદ્ધિઓ પૈકીની એક ગણાવી હતી.

જાહેરાત


તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જનમન યોજના અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન માટે એક લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ આપ્યું છે. આ યોજનાઓથી એ આદિવાસી વિસ્તારોમાં વિકાસને વેગ મળશે જ્યાં અત્યાર સુધી પાયાની સુવિધાઓની ઉણપ રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત