VEDIO:ANDAR NI VAAT/છતિસગઢના નકસલ પ્રભાવીત ગામોમાં 76 વર્ષ બાદ વીજળી પહોંચી
છત્તીસગઢના અત્યંત સંવેદનશીલ અને નકસલ પ્રબાવિત વિસ્તાર ખૈરાગઢ-છુ

છત્તીસગઢના અત્યંત સંવેદનશીલ અને નકસલ પ્રબાવિત વિસ્તાર ખૈરાગઢ-છુઈખદાન-ગંડઈ (KCG) જિલ્લાના દલદલી અને સાલટોકરી વિસ્તારમાં આઝાદીના ૭૬ વર્ષ બાદ અંધકારનો અંત આવ્યો છે. આ વિસ્તારમાં પહેલી વાર વીજળીનો બલ્બ ઝબક્યો છે. એક બાજુ ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની સરહદ પર ગાઢ જંગલો અને ઊંચા પહાડોની વચ્ચે વસેલા આ ગામડાઓમાં આઝાદી પછીની ત્રણ-ત્રણ પેઢીઓ માત્ર ચીમની, ફાનસ અથવા લાકડા સળગાવીને જીવન જીવતો હતો. આ વિસ્તારોમાં અત્યાર સુધી વીજળી ન પહોંચવાનું મુખ્ય નક્સલવાદ હતો. નક્સલીઓ ઈચ્છતા ન હતા કે આ અંતરિયાળ વિસ્તારો સુધી રસ્તા, વીજળી કે પાણી પહોંચે. જો આ વિસ્તાર સુવિધાજનક બને તો પોલીસ, મિલિટરી ફોર્સ આ ગામડાઓ સુધી પહોંચી શકે અને નકસલવાદનો ખાત્મો બની જાય. અગાઉ સરકારો દ્રારા આ વિસ્તારમાં વીજળી પુરી પાડવાના પ્રયત્નો થયા હતા પણ નકસલવાદીઓએ તાર તોડી નાંખ્યા હતા. થાંભલા પાડી નાંખ્યા હતા. એન્જિનિયરો પર હુમલા કરવામાં આવ્યા હતા. પણ ભારતમાં નકસલવાદના ખાત્મા બાદ નકસલ પ્રભાવિત વિસ્તારમાં ધીમે ધીમે ગાડી પાટે ચડી રહી છે. અહિયા લાઇટ, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય અને શિક્ષણની સુવિધા વગેરે પાયાની સુવિધા પર કામ કરવામાં આવી રહ્યું છે.
ખૈરાગઢના દલદલી અને સાલટોકરીમા વીજળી પહોંચતા આદિવાસીઓ માટે સુખનો સુરજ ઉગ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. લાઇટ આવી જતા સૌથી વધારે લાભ ખેતી, શિક્ષણ અને આરોગ્યમાં થશે. આ વિસ્તારના બાળકો દિવસે જ અભ્યાસ કરી શકતા હતા. રાત્રે અભ્યાસ માટે દિવા કે ફાનસનો સહારો લેવો પડતો હતો. હવે તેઓ રાત્રીના સમયે પણ વાંચન-લેખન કરી શકશે. કોમ્યુટર, મોબાઇલ અને ઇન્ટરનેટ જેવી સુવિધાનો ઉપયોગ કરી શકશે. શાળાઓ પણ બહારની દુનિયા સાથે કદમ મિલાવી શકશે. વીજળીથી આ વિસ્તારમાં સારી ખેતી થઇ શકશે. અત્યાર સુધી દલદલી અને સાલટોકરીની ખેતી વરસાદ આધારિત હતી. વરસાદ પડે ત્યારે જ વાવેતર થઇ શકતું હતું. હવે વીજ પંપ દ્રારા બારેમાસ સિંચાઇ થઇ શકશે. જેનાથી ખેડૂતો આખું વર્ષ બેથી ત્રણ પાક લઇ શકશે. ગામડામાં નાના ઘર ઘરાઉ ઉદ્યોગ અને રોજબરોજના વીજળી આધારિક કામ પણ થઇ શકશે. વીજળી પહેલા આજુ બાજુના ગામમાં રાત્રે સરવાર થઇ શકતી ન હતી. અટલું જ નહીં વીજળી આધારિત મેડિકલના ઉપકરણોનો ઉપયોગ થઇ શકતો ન હતો. હવે આ બધું શક્ય બનશે. આમ નકસલી વિસ્તારમાં વીજળી પહોંચતા આઝાદી બાદ પહેલી વાર લોકો ખરી આઝાદીનો સ્વાદ ચાખશે.
------- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી






