Video: 'પરિસીમન બિલનું સમર્થન કરશે NCP', શરદ પવાર સાથે મુલાકાત બાદ જિતેન્દ્ર આવ્હાડનું એલાન

સોર્સ: gstv

સંસદના સત્રની જાહેરાત સાથે પરિસીમન બિલને લઈને  પડદા પાછળનો ખેલ ખેલાઈ ચૂક્યો છે. બિલના સમર્થનમાં ખૂટતા આંકડાઓ ભેગા કરવા માટે વિપક્ષના સાંસદો પાર્ટીના સ્ટેન્ડ વિરુદ્ધ જાય તો નવાઈ નહીં. અને આ કોંગ્રેસ સહિત વિપક્ષની તમામ પાર્ટીઓ જાણે છે. જેમાં સૌથી વધારે ચર્ચ શરદ પવારની એનસીપીની  છે.

NCP શરદ પવાર પાર્ટી પરિસીમન બિલને સમર્થન આપશે. પાર્ટીના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે આ સમર્થનની જાહેરાત કરી છે. શરદ પવાર સાથે મુલાકાત કર્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું છે. જિતેન્દ્ર આવ્હાડ શરદ પવારને મળવા બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે પરિસીમન બિલને ટેકો આપવાની વાત કહી હતી. આવ્હાડે જણાવ્યું કે આ ચર્ચા પાર્ટીના સત્તાવાર વલણ અંગે નહોતી. મુખ્ય મુદ્દો એ હતો કે પરિસીમન એટલે કે ડિલિમિટેશનની પ્રક્રિયા એક બંધારણીય જરૂરિયાત છે. પરિસીમન પ્રક્રિયાને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે અને તેઓ ચોક્કસપણે તેનું સમર્થન કરશે.

જાહેરાત

અગાઉ, NCP  ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે પિતા શરદ પવારની ખરાબ તબિયતને કારણે તેઓ ઈન્ડિયા  ગઠબંધનની બેઠકમાં હાજર રહી શકશે નહીં. આ બેઠકમાં સંસદ સત્ર દરમિયાન વિપક્ષની રણનીતિ પર ચર્ચા માટે હતી. દરમિયાન, NCP એ શુક્રવારે વ્હીપ જારી કરીને પોતાના લોકસભા સાંસદોને 30 નવેમ્બરથી ગૃહમાં હાજર રહેવા સૂચના આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત