VIDEO: ANDARNI VAAT / છતિસગઢમાં નકસલ પ્રભાવિત વિસ્તારમાં 15 વર્ષ બાદ ગામ પુનઃ વસ્યું
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં આજથી થોડા વર્ષે પહેલા નકસલવાદ ચ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં આજથી થોડા વર્ષે પહેલા નકસલવાદ ચરમસીમા પર હતો. અહિયા નકસલવાદીઓ સમાંતર સરકાર ચલાવતા હતા. જે લોકો નકશલીઓની તરફેણમાં ન આવે તેને હત્યા કરી દેવામાં આવતી હતી. નકસલીઓ ગામને પોતાનો ખંડિયો વિસ્તાર ગણી સમાંતર સરકાર ચલાવતા હતા. લોકો નકસલીની વાત ન માને તો સલમતીદળોના જાસુસ ગણીને તેમના મકાન સળગાવી દેવામાં આવતા હતા. તેમની ખેતીને નુકસાન પહોચાડાતું હતું. આ રીતે સ્થાનિક લોકોને ગામ છોડવા માટે મજબુર કરી દેવામાં આવતા હતા. આવું જ એક ગામ છે છતિસગઢના નારાયણપુરા જિલ્લાનું બાલેબેડા ગામ. નકસલવાદીઓના ખોફને કારણે બાલેબેડા ગામના 100 જેટલા લોકો 2011માં ગામ છોડીને ભાગી ગયા હતા. ગામમાં 15થી 20 પરિવારોએ સ્થળાંતર કર્યું હતું. જો કે હવે છતિસગઢમાં નકસલવાદનો ખાત્મો બોલતા બાલેબેડા ગામના લોકો ફરી વસવાટ કરવા માટે પરત ફર્યા છે. સ્થાનિક પ્રસાશનની મદદથી ઉજ્જડ થઇ ગયેલા ગામને ફરીથી બેઠુ કરવામાં આવી રહ્યું છે. અહિયા પાણીની સુવિધા.. સ્કુલ અને લાઇટની સુવિધા પણ પુરી પાડવામાં આવી રહી છે.. મુખ્ય માર્ગને જોડતો રસ્તો પણ બનાવવામાં આવી રહ્યો છે. આમ 15 વર્ષ બાદ બાલેબેડા ગામ ફરીવાર જીવંત બનાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આજથી 15 વર્ષ પહેલા અમારા ગામમાં નક્સલવાદીઓનો ત્રાસ હતા. તેઓ ગામ લોકોને પોલીસના બાતમીદાર ગણાવીને ઢોર માર મારતા હતા. અમારી મિલકતો અને અનાજના કોઠારો સળગાવી દેતા હતા. વિરોધ કરનારાઓની ક્રૂરતાપૂર્વક હત્યા પણ કરી દેતા હતા. નક્સલીઓ નાના બાળકો અને યુવાનોને બંદૂકના જોરે પોતાના સંગઠનમાં ભરતી કરતા. ગામમાં રસ્તા, શાળા કે આંગણવાડી જેવી કોઈ સુવિધા બનવા ન હતા દેતા. આમ નક્સલીઓના દમન અને મોતના ભયને કારણે આખું ગામ રાતોરાત ખાલી થઇ ગયું હતું. અમે નજીકના શહેરમાં અને સરકારને સેલ્ટરમાં વસવાટ કરતા હતા. હવે અહિયા નકસલવાદનો ખાત્મો બોલતા ફરી વસવાટ કરી રહ્યા છે.
દોઢ દાયકા પહેલા અહિયા નકશલવાદ ફુલો ફાલ્યો હતો. સલામતી દળોના આક્રમક ઓપરેશનને કારણે આ વિસ્તાર હવે નકશલ મુક્ત બન્યો છે. નારાયણપુર જિલ્લામાં સુરક્ષા મળતા લોકો ફરી વાર પુનઃસ્થાપિત થઇ રહ્યા છે. વિસ્થાપિત લોકોને સરકારે મકાન પણ બનાવી આપ્યા છે. ઉપરાંત પાયાની સુવિધા ઉભી કરી દીધી છે. હવે બાલેબેડા ગામ ફરી વાર જીવંત બન્યું છે.
--- બ્યૂરો રિપોર્ટ જીએસટીવી






