પૂણેમાં યુવતી સાથે બસમાં દુષ્કર્મ આચરી આરોપી ફરાર, પોલીસે 8 ટીમ બનાવી
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના પૂણેમાં એક જાહેર પરિવહનની બસ

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના પૂણેમાં એક જાહેર પરિવહનની બસમાં 26 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ થયાની ચકચારી ઘટના સામે આવી છે. અંધારાનો ફાયદો ઉઠાવીને આરોપીએ યુવતીને બસની અંદર બેસવા માટે કહ્યું અને બાદમાં તે પણ અંદર ઘુસી ગયો. ત્યારબાદ તેને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપી યુવક ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયો હતો.
યુવતી સાથે કથિત રીતે દુષ્કર્મ આચરનાર આરોપી સામે પૂણેના સ્વારગેટ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં એક યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે દુષ્કર્મની ઘટનાને ગંભીરતાથી નોંધીને આરોપીને ઝડપી લેવા આઠ ટીમની રચના કરી છે.
મળતી માહિતી અનુસાર, પૂણે શહેરમાં આવેલા ભરચક એવા સ્વારગેટ બસ સ્ટેન્ડ પર ઊભી રહેલી સ્ટેટ ટ્રાંસપોર્ટની બસની અંદર 26 વર્ષીય યુવતી સાથે એક યુવકે કથિત રીતે દુષ્કર્મ આચર્યા બાદ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દુષ્કર્મ આચરનાર આરોપીની ઓળખ સામે આવી છે અને તેની સામે ચોરી અને બીજા કેસ પણ નોંધાયેલા છે. યુવતી અહીં જ નોકરી કરે છે અને તે પોતાના વતન જઈ રહી હતી આ દરમ્યાન આ બસ સ્ટેન્ડ પર યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી.
બસ સ્ટેન્ડ પર આરોપીએ યુવતીને વાતોમાં ફસાવી
મળતી માહિતી અનુસાર, પીડિત યુવતી સાડા પાંચ અને છ વાગ્યા દરમિયાન બસ સ્ટેન્ડમાં હતી. ત્યારે એક યુવક તેની પાસે આવ્યો અને યુવતી સાથે ઓળખ બનાવી અને મીઠી-મીઠી વાતો કરીને પૂછ્યું કે બહેન તમે ક્યાં જઈ રહ્યાં છો, ત્યારે યુવતીએ જણાવ્યું કે મારે મારા વતન ફલટણ જવાનું છે. ત્યારે આરોપીએ જણાવ્યું કે, ત્યાં જવાની બસ અહીં નથી ઊભી રહેતી બીજા સ્થાને લાગે છે. આની પર યુવતીએ કહ્યું કે, બસતો અહીં જ ઊભી રહે છે. ત્યારબાદ આરોપીએ કહ્યું કે, મને અહીંની બધી વાત ખબર છે. બસ બીજી જગ્યાએ ઊભી રહી છે. તમે જલ્દી ચાલો હું તમને બસમાં બેસાડી દઉં છું.
સીસીટીવીમાં આરોપી યુવતી સાથે વાતચીત કરતો દેખાયો
પૂણેમાં સરકારી પરિવહનની બસમાં ચકચારી દુષ્કર્મ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપી યુવતીને વાતોમાં ફસાવીને બસમાં લઈ ગયો જે સીસીટીવીમાં દેખાય રહ્યું હતું. બસમાં અંધારું હોવાથી બસ મોડી પડી છે જેથી લાઈટ બંધ કરીને બીજા લોકો અંદર સૂઈ રહ્યા છે, તું અંદર જઈને જો બીજા લોકો હશે. જેથી યુવતી અંદર ગઈ અને આરોપીએ વિશ્વાસ જીતા લીધા બાદ આરોપીએ બસનો દરવાજો બંધ કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
મિત્રના કહેવાથી પીડિતાએ ફરિયાદ નોંધાવી
મળતી માહિતી અનુસાર, દુષ્કર્મની ઘટના પછી આરોપી બસમાંથી ઉતરીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. યુવતી પણ બસમાંથી ઉતરી અને કોઈ બીજી બસ પકડીને પોતાના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન તેને પોતાના મિત્ર સાથે સમગ્ર ઘટના કહીં ત્યારે મિત્રએ જણાવ્યું કે, તું ઘરે ન જા. પહેલા પોલીસને જઈને ફરિયાદ નોંધાવ. ત્યારબાદ યુવતી પોલીસ સ્ટેશન ગઈ અને પોલીસ ફરિયાદ નોંધાવી જેથી પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી લીધા હતા. જો કે, સીસીટીવી અને અન્ય સર્વેલન્સના આધારે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે.








