ચૂંટણી પરિણામો આવતાની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય, સેનાના બે જવાનોનું કર્યું અપહરણ
વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તરત જ આતંકવાદીઓએ મંગળવારે સાંજે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સેનાના બે જવાનોનું અ

વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તરત જ આતંકવાદીઓએ મંગળવારે સાંજે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સેનાના બે જવાનોનું અપહરણ કરી લીધું હતું. જો કે, આમાંથી એક સૈનિક અપહરણ કર્યા બાદ ભાગવામાં સફળ રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ટેરિટોરિયલ આર્મીના જવાનનું આતંકવાદીઓ દ્વારા અનંતનાગના કોકરનાગ વિસ્તારના શાંગાસથી અપહરણ કરવામાં આવ્યું છે. અન્ય એક જવાન આતંકીઓને ચકમો આપીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ત્યાંથી ભાગ્યા બાદ તેણે સેનાને જાણ કરી. સુરક્ષા દળોએ ગુમ થયેલા જવાનની શોધ માટે અભિયાન શરૂ કર્યું છે.
એક જવાન કોઈ રીતે મુક્ત થયો પણ...
તેમાંથી એક જવાન કોઈ રીતે ઘાયલ અવસ્થામાં આતંકીઓના ચુંગાલથી મુક્ત થવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક જવાન હજુ પણ આતંકી દ્વારા બંધક બનાવી રખાયો હોવાની માહિતી છે. તેને મુક્ત કરાવવા માટે સુરક્ષાદળોએ મોટાપાયે એક અભિયાન હાથ ધર્યું હોવાની જાણકારી મળી રહી છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 8 ઓક્ટોબરે ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે અહીં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની નવી સરકાર બનવા જઈ રહી છે. હવે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર સામે પણ પડકાર વધશે. વાસ્તવમાં, પાકિસ્તાન અને પાકિસ્તાન તરફી સંગઠનો ચૂંટણીના સફળ સંચાલનથી ઉશ્કેરાયા છે. આ પછી, અહીં આતંકવાદી ગતિવિધિઓમાં ભારે વધારો થવાની સંભાવના છે.






