VIDEO: 'અયોધ્યાનો પાયો હચમચાવી નાંખીશું...', આતંકી પન્નુએ રામ મંદિર મુદ્દે આપી આ ધમકી
કેનેડાના પ્રોત્સાહનને લીધે ખાલિસ્તાનીઓની હિંમત વધી ગઈ કે, તેઓએ અયોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવવાની

કેનેડાના પ્રોત્સાહનને લીધે ખાલિસ્તાનીઓની હિંમત વધી ગઈ કે, તેઓએ અયોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવવાની સીધી ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને હિન્દુઓના આસ્થાના મુખ્ય કેન્દ્ર સમાન રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. વીડિયોમાં પન્નુએ કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપી છે.
આ પણ વાંચોઃ પાછળથી પસ્તાવું ના પડે! સલમાન, શાહરૂખ બાદ મિથુન ચક્રવર્તીને મળી ધમકી
આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ચીફ પન્નુએ જાહેર કરેલા વીડિયોમાં કહ્યું, '16 અને 17 નવેમ્બરે અયોધ્યાના રામ મંદિરમાં હિંસા થશે.' એવું કહેવાય છે કે, પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં રામ મંદિર તેમજ અન્ય ઘણા હિંદુ ધાર્મિક સ્થળોની વિરુદ્ધ હિંસા ભડકાવવાની ધમકી પણ આપવામાં આવી છે.
https://twitter.com/Sputnik_India/status/1855859055102722329
વિડિયોમાં પન્નુએ કહ્યું કે, 'અમે હિન્દુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાનો પાયો હચમચાવી નાખીશું.' પન્નુની આ ધમકીને ભારતના સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક (રામ મંદિર) માટે મોટા ખતરા તરીકે જોવામાં આવી રહી છે. પન્નુના વિડિયોમાં પીએમ મોદી અયોધ્યા રામ મંદિરમાં પ્રાર્થના કરતા હોવાના ફોટાઓ પણ જોવા મળે છે. ખાલિસ્તાની આતંકવાદીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિન્દુ મંદિરો પરના ખાલિસ્તાની હુમલાઓથી દૂર રહેવાની ધમકી પણ આપી છે.
જણાવી દઈએ કે, ભારતમાંથી ફરાર ભાગેડુ પન્નુ કેનેડામાં રહીને ભારત વિરુદ્ધ આવા નિવેદનો કરતો રહે છે. કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા કરવા ખાલિસ્તાનીઓને ઉશ્કેરવાનું કામ કરી રહ્યો છે.
એવું નથી કે પન્નુએ પહેલીવાર ભારત વિરુદ્ધ કોઈ ધમકી આપી હોય. ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ કહ્યું હતું કે શીખ રમખાણોના 40 વર્ષ પૂરા થવા પર એર ઈન્ડિયાની ફ્લાઈટ પર હુમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ચેતવણી આપી હતી કે તેઓ 1થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયામાં ઉડાન ન ભરે.






