પાછળથી પસ્તાવું ના પડે! સલમાન, શાહરૂખ બાદ મિથુન ચક્રવર્તીને મળી ધમકી
સલમાન ખાન અને શાહરૂખ ખાન બાદ હવે ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને પણ ધમકીઓ મળવા લાગી છે. પાકિસ્

સલમાન ખાન અને શાહરૂખ ખાન બાદ હવે ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને પણ ધમકીઓ મળવા લાગી છે. પાકિસ્તાની ડોન શહજાદ ભટ્ટી દ્વારા તેમને ધમકી આપવામાં આવી છે અને 15 દિવસમાં માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે નહીં તો પસ્તાવાનો વારો આવશે. ભટ્ટીએ દુબઈથી બે વીડિયો જાહેર કર્યા છે. આ વીડિયોમાં તે મિથુન ચક્રવર્તીને જેમતેમ બોલતો જોવા મળે છે. બીજા વીડિયોમાં તે મિથુન ચક્રવર્તીનું નિવેદન પ્લે કરે છે અને પાછળથી સંવાદો બોલે છે.
આ પણ વાંચો : 'એક મહિનામાં મારી નાખીશું, સલમાન ખાનમાં હિંમત હોય તો બચાવી લે', બિશ્નોઈ ગેંગે કોને આપી ધમકી?
27 ઓક્ટોબરે કોલકાતામાં એક રેલી દરમિયાન મિથુને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આ વાત કહી હતી. એક નેતાએ કહ્યું હતું કે અહીંની 70 ટકા વસ્તી મુસ્લિમ છે. હિંદુઓને કતલ કરીને ભાગીરથીમાં વહાવી દઇશું. હું કહું છું કે અમે તમને કાપીને નદીમાં નહીં પણ તમને તમારી જમીનમાં ચોક્કસ દફનાવીશું.
મુસલમાનો તમારો આદર કરે છે
પાકિસ્તાની ડોને કહ્યું, આ વીડિયો મિથુન ચક્રવર્તીનો છે. થોડા દિવસો પહેલા તેણે કહ્યું હતું કે તે મુસ્લિમોને કાપીને દફનાવી દેશે. મિથુન સાહેબ, મારી તમને સલાહ છે કે તમારે આ બકવાસ માટે 10 થી 15 દિવસમાં માફી માંગવી જોઈએ, નહીં તો તમારે પસ્તાવું પડશે. ભટ્ટીએ વધુમાં કહ્યું કે, તમારા ચાહકો પણ મુસ્લિમ છે. મુસલમાનો તમારો આદર કરે છે અને તમે તેમના હૃદયને ઠેસ પહોંચાડી છે. અમે પણ તમારી ફ્લોપ ફિલ્મો જોવા જતા. આજે તમે જે કંઈ પણ છો આ જ કારણે છો. તમે જે ઉંમરે છો, તેમાં તમારે બકવાસ ન કરવો જોઈએ, કે પાછળથી પસ્તાવાનો વારો આવે.
મિથુન ચક્રવર્તીના ભાષણ બાદ બે FIR નોંધવામાં આવી
તેણે કહ્યું, આ કોઈ ફિલ્મ નથી પરંતુ રિયલ લાઈફ છે. સ્ટેજ પર આવીને તમે બદમાશ બની રહ્યા છો. તેણે મિથુનના ફોટામાં જૂતાનું નિશાન બનાવીને વધુ એક વિડિયો જાહેર કર્યો. મિથુન ચક્રવર્તીના ભાષણ બાદ બે FIR નોંધવામાં આવી હતી. પ્રથમ એફઆઈઆર એક વ્યક્તિની ફરિયાદના આધારે બિધાનનગર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી જ્યારે બીજી એફઆઈઆર બહુબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
બિધાનનગર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, "અમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે." ચક્રવર્તીને આ વર્ષની શરૂઆતમાં ભારતના સર્વોચ્ચ ફિલ્મ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચક્રવર્તીએ 27 ઓક્ટોબરે કહ્યું હતું કે 2026ની વિધાનસભા ચૂંટણી પછી પશ્ચિમ બંગાળનું “મસનદ” (સિંહાસન) બીજેપીનું હશે અને આ લક્ષ્ય હાંસલ કરવા માટે કંઈપણ કરવાનું વચન આપ્યું હતું.








