પંજાબમાં આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, મોટા એટેક પહેલા 10 ISI હેન્ડલરોની ધરપકડ
પંજાબ પોલીસે લુધિયાણામાં ISI દ્વારા સંચાલિત આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. DGP ગૌરવ યાદવે જણાવ્યું

પંજાબ પોલીસે લુધિયાણામાં ISI દ્વારા સંચાલિત આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. DGP ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, લુધિયાણા કમિશનરેટ પોલીસે ISI-પાકિસ્તાન સમર્થિત ગ્રેનેડ હુમલાના એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસે વિદેશી હેન્ડલરોના 10 મુખ્ય હેન્ડલરોની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ મલેશિયા સ્થિત ત્રણ વિદેશી ઓપરેટરોના માધ્યમથી પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સના સંપર્કમાં હતા. જેથી ગ્રેનેડ લેવા જવા અને ડિલિવરીમાં સંકલન કરી શકે.
પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સે પંજાબમાં અશાંતિ ફેલાવવા માટે ભરચક વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કરવાનું કામ સોંપ્યું હતું. સરકાર અને પોલીસ પંજાબમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આતંકવાદને ખતમ કરવા અને બોર્ડર પારના આતંકી નેટવર્કને ધ્વસ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.






