મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો, અઠવાડિયામાં બીજી વખત પાડોશી દેશના હાઈ કમિશનને તેડું

ભારતે મંગળવારે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાને ફરીથી તેડું મોકલ્યું (સમન્સ પાઠવ્યા) છે. બાંગ્લાદે

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફરી તણાવ વધ્યો, અઠવાડિયામાં બીજી વખત પાડોશી દેશના હાઈ કમિશનને તેડું

ભારતે મંગળવારે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાને ફરીથી તેડું મોકલ્યું (સમન્સ પાઠવ્યા) છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે આ બીજી વખત છે જ્યારે બાંગ્લાદેશના હાઈ કમિશનરને બોલાવવામાં આવ્યા હોય. આ ઘટનાક્રમથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં કડવાશ અને તણાવ વધી રહ્યો છે. 

વિદેશ મંત્રાલય (MEA) એ સ્પષ્ટતા કરી કે બાંગ્લાદેશી હાઈ કમિશનરને ઢાકામાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ અને ત્યાં ભારતીય હાઈ કમિશનને સંભવિત જોખમો અંગે ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરવામાં આવ્યા છે. MEA એ જણાવ્યું હતું કે કેટલાક 'કટ્ટરપંથી તત્વો' ખુલ્લેઆમ ભારતીય હાઈ કમિશનની આસપાસ સુરક્ષા પડકાર ઊભો કરવાની વાત કરી રહ્યા છે.

ભારતે ગયા અઠવાડિયે ઢાકામાં ભારતીય હાઈ કમિશનની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવા માટે હમીદુલ્લાહને સમન્સ પાઠવ્યા હતા. આ દરમિયાન બાંગ્લાદેશે દિલ્હીમાં તેના હાઈ કમિશનની બહાર થયેલા વિરોધ પ્રદર્શનો અને સિલીગુડી વિઝા સેન્ટરમાં તોડફોડ અંગે ભારતીય રાજદૂત પ્રણય વર્માની સામે 'ગંભીર ચિંતા' વ્યક્ત કરી હતી.

હિંસા અને કટ્ટરપંથી પરિસ્થિતિને વધુ ખરાબ કરી

કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં વાતાવરણ તંગ બન્યું છે. પ્રદર્શનકારીઓએ કોઈ પુરાવા વિના હત્યામાં 'ભારતીય હાથ' હોવાનો દાવો કર્યો અને ભારે હિંસા ફેલાવી. જોકે, તેમની પોતાની સેના દ્વારા આ દાવાને નકારી કાઢવામાં આવ્યો. મૈમનસિંઘમાં એક હિન્દુ શ્રમિક દીપુ ચંદ્ર દાસને કથિત રીતે ટોળા દ્વારા માર મારવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ તેના શરીરને બાળી નાખવામાં આવ્યું ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. આ ઘટનાએ ભારતમાં પણ આક્રોશ ફેલાવ્યો છે. 

આ સમાચાર શેર કરો