બદ્રીનાથથી હરિદ્વાર યાત્રીઓને લઈ જતા ટેમ્પો ડ્રાઈવરને આવ્યો હાર્ટએટેક, બચાવવા જાણે સાક્ષાત 'દેવી' પ્રગટ થયા
ગુરુવારે ચમોલીમાં એક મહિલા 17 મુસાફરો માટે દેવદૂત બનીને આવી પહોંચી. આ મહિલ

ગુરુવારે ચમોલીમાં એક મહિલા 17 મુસાફરો માટે દેવદૂત બનીને આવી પહોંચી. આ મહિલાએ પોતાની બુદ્ધિમત્તાથી મુસાફરોથી ભરેલા વાહનને અકસ્માતનો ભોગ બનતા બચાવ્યો હતો. હકિકતમાં 17 મહિલા પ્રવાસીઓનું એક જૂથ હરિદ્વારથી ટેમ્પો દ્વારા બદ્રીનાથ પહોંચ્યા હતા. બદ્રીનાથના દર્શન કરીને બધા પરત ફરી રહ્યા હતા ત્યારે ખીણ વિસ્તારમાં ટેમ્પો ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું. ચાલુ વ્હિકલે ડ્રાઇવરનું આકસ્મિક મોત થતાં વાહને સંતુલન ગુમાવ્યું અને વાહન સીધું ખીણ તરફ જવા લાગ્યું.
ડ્રાઈવરનું મોત થયું
પહાડોમાં સતત વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ બ્લોક થઈ રહ્યા છે. ગુરુવારે પણ વરસાદના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે નંદપ્રયાગ પાસે બંધ કરાયો હતો. તમામ વાહનોને ચમોલી સાકોટ નંદપ્રયાગ રોડમાર્ગે મોકલાયા હતા. દરમિયાન આ રોડ ઉપર ટેમ્પો ચલાવતો ડ્રાઈવર અચાનક બેભાન થઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. ઘટના સમયે ટેમ્પોમાં 17 મહિલા મુસાફરોનું જૂથ મુસાફરી કરી રહ્યું હતું, જે હરિદ્વારથી બદ્રીનાથ ધામ દર્શન કરવા આવી હતી. દરેક લોકો બદ્રીનાથ ધામથી હરિદ્વાર પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
મહિલા મુસાફરે બહાદુરી બતાવી
ચાલુ વ્હિકલે અચાનક ડ્રાઈવર સ્ટીયરીંગ પર નમી પડ્યો હતો. જ્યારે ડ્રાઈવર બેભાન થઈ ગયો ત્યારે તેના પગ બ્રેકથી દૂર હટવા લાગ્યા અને ગાડી આગળ વધવા લાગી. આ સમય દરમિયાન વાહનમાં સવાર મહિલા પેસેન્જરે ટેમ્પોનું સ્ટિયરિંગ સંભાળ્યું અને બેભાન ડ્રાઈવરને જાતે જ કર્ણ પ્રયાગ હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં હાજર ફરજ પરના ડૉક્ટરોએ ડ્રાઈવરને મૃત જાહેર કર્યો. મૃતક ડ્રાઈવર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો રહેવાસી ગોપાલ શર્મા હોવાનું કહેવાય છે. કારમાં સવાર 17 મુસાફરો આસામના રહેવાસી છે. અકસ્માત દરમિયાન મહિલા મુસાફરની બુદ્ધિમત્તાએ 17 મુસાફરોના જીવ બચાવ્યા હતા.
ટેમ્પોમાં સવાર દરેક યાત્રીઓને લાગ્યું કે મહિલાના રૂપમાં ભગવાને આવીને મોત સામે રક્ષણ આપ્યું છે.






