RJD ખતરામાં! મુખ્યમંત્રી તો દૂર વિપક્ષના નેતા બનવાના પણ ફાંફા, તેજસ્વીને પોતાની બેઠક જીતવામાં પણ મુશ્કેલી
બિહારના મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન જોનારા તેજસ્વી યાદવને હવે વિપક્ષના નેતાનું પદ મેળવવું પણ મુશ્કેલ

બિહારના મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન જોનારા તેજસ્વી યાદવને હવે વિપક્ષના નેતાનું પદ મેળવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. તાજેતરના વલણો દર્શાવે છે કે આરજેડી ફક્ત 25થી 26 બેઠકો પર આગળ છે. જોકે, બિહારમાં વિપક્ષના નેતા બનવા માટે ઓછામાં ઓછા 25 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવું જરૂરી છે. બિહાર વિધાનસભામાં 243 સભ્યો છે. પરિણામે તેજસ્વી યાદવના આરજેડીને વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે ઓછામાં ઓછી 25 બેઠકો જીતવી આવશ્યક છે. જોકે, આરજેડી હાલમાં ફક્ત 26 બેઠકો પર આગળ છે.
જણાવી દઈએ કે, વર્ષ 2020માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં RJDએ જીતેલી 75 બેઠકોમાંથી અડધાથી પણ ઓછી આ વખતે મળી છે. જો આરજેડી કોઈક રીતે 24 બેઠકો મેળવવામાં સફળ થાય તો પણ તેની બેઠક અંગે પ્રશ્નો ઉભા થાય છે. મહત્ત્વનું એ છે કે 16મા રાઉન્ડ પછી રાઘોપુર મતવિસ્તારમાં તેજસ્વી યાદવ 9,000 કરતાં પણ વધુ મતોથી પાછળ ચાલી રહ્યા છે. રાઘોપુરમાં ભાજપના ઉમેદવાર સતીશ કુમાર આગળ ચાલી રહ્યા છે.
2010માં ફક્ત 22 બેઠકો જીતી હતી
જોકે, હાલમાં મહાગઠબંધન 34 બેઠકો પર આગળ હોવાનું જણાય છે. આમાં કોંગ્રેસને પાંચ અને સીપીઆઈ-એમએલને એક બેઠકનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે,2010માં બિહારમાં પણ આરજેડીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં આરજેડી 168 બેઠકો પર ચૂંટણી લડી હતી અને ફક્ત 22 બેઠકો જીતી હતી. આનાથી આરજેડી વિપક્ષના નેતાનું પદ જાળવી શકી નહોતી.
ઘણા આરજેડી દિગ્ગજો પણ પાછળ રહ્યા
આરજેડી નેતા અને અભિનેતા ખેસારી યાદવ પણ તેમની બેઠક પર પાછળ રહ્યા હોય તેવું લાગે છે. સાતમા રાઉન્ડ પછી લગભગ 2600 મતોથી પાછળ ચાલી રહ્યા છે. આરજેડીના દિગ્ગજ નેતાઓ પોતાની સીટ બચાવી શક્યા નથી.






