Video: બેકાબૂ JCBની અડફેટે કિશોરનું મોત

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની જાહેરસભા દરમિયાન દુઃખદ ઘટના સામે આવી છે. રેલી સ્થળ નજીક બેકાબૂ JCBની અડફેટે આવતા એક કિશોરનું મોત થયું છે. મૃતકની ઓળખ ઓમકાર સિંહ તરીકે થઈ છે. આ ઘટનાને પગલે રેલી સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કિશોરના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતકના પિતાએ પણ સમગ્ર ઘટના અંગે પોતાની વાત રજૂ કરી છે. ઘટનાના દૃશ્યો સામે આવ્યા છે.
જાહેરાત













