Video: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્ર અબ્દુલ્લાએ કહ્યું- ટાઇગર ઇઝ બેક

મોહમ્મદ અલી જોહર યુનિવર્સિટી કેસમાં મની લોન્ડરિંગના આરોપસર જેલમાં બંધ સપા નેતા આઝમ ખાન મુક્ત થઈ ગયા છે. આઝમ ખાન એક નવેમ્બરથી ડાસના જિલ્લા જેલમાં બંધ હતા. તેમના વકીલોએ અલાહાબાદ હાઈકોર્ટનો વચગાળાનો જામીન આદેશ કોર્ટમાં રજૂ કર્યો હતો. પચાસ-પચાસ હજાર રૂપિયાના બે જામીનદારો અને અંગત બોન્ડ જમા કરાવ્યા બાદ કોર્ટે મુક્તિ આદેશ જારી કર્યો હતો. જેલ બહાર સમર્થકોની ભારે ભીડ જામી હતી અને આઝમ ખાનના સમર્થનમાં નારા લાગ્યા હતા. પિતાની મુક્તિ વખતે જેલ પહોંચેલા અબ્દુલ્લા આઝમે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ તમામ શુભચિંતકો માટે ખુશીનો દિવસ છે. ટાઈગર ઈઝ બેક.
જાહેરાત













