Video: ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા

ત્રિપુરાના ગોમતી જિલ્લામાં આગામી 27 નવેમ્બરે યોજાનારી શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓની સમીક્ષા કરી છે. ઉદયપુર મ્યુનિસિપલ કાઉન્સિલ અને અમરપુર નગર પંચાયતની ચૂંટણી માટે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ, ચૂંટણી કર્મચારીઓને તાલીમ અને મતદાન પ્રક્રિયાની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજકીય પક્ષો સાથે સંકલન અને ચૂંટણી દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા અંગે પણ ચર્ચા થઈ હતી. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જાહેરાત















