Video: અલાહાબાદ હાઈકોર્ટે આઝમ ખાનને આપી જામીન

સોર્સ: gstv

અલાહાબાદ હાઈકોર્ટે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી મોહમ્મદ આઝમ ખાનને અંતરિમ જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ રાજીવ ગુપ્તા અને જસ્ટિસ દેવેન્દ્ર સિંહની ખંડપીઠે ED દ્વારા કરવામાં આવેલી ધરપકડ પ્રક્રિયામાં ગંભીર ખામીઓ નોંધી હતી. કોર્ટે જણાવ્યું કે ધરપકડના આધાર દર્શાવતા દસ્તાવેજમાં સ્થળ, તારીખ અને સમયની જગ્યા ખાલી છોડવામાં આવી હતી અને તે યોગ્ય રીતે ભરાયો નહોતો. ૩૧ ઓક્ટોબરે રાત્રે મોકલવામાં આવેલા મેસેજ સાથે ધરપકડના આધાર જોડવામાં આવ્યા નહોતા. સાથે જ, ઈડી વીડિયોગ્રાફીના દાવા અંગે કોર્ટમાં કોઈ નક્કર પુરાવો કે વીડિયો રજૂ કરી શકી નથી, તેમજ રિમાન્ડ અરજીમાં પણ તેનો કોઈ ઉલ્લેખ નહોતો. આ તમામ ટેકનિકલ ખામીઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આઝમ ખાનને રાહત આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત