એકનાથ શિંદે ડેપ્યુટી CM બનવા તૈયાર, ફડણવીસ સાથે લેશે શપથ
મહારાષ્ટ્ર સ્થિત મુંબઈના આઝાદ મેદાનમાં આજે સાંજે નવી સરકાર શપથ લેશે. દેવ

મહારાષ્ટ્ર સ્થિત મુંબઈના આઝાદ મેદાનમાં આજે સાંજે નવી સરકાર શપથ લેશે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. જ્યારે અજિત પવાર અને એકનાથ શિંદે નાયાબ મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરશે તેવી જાહેરાત ગઈકાલે થઈ હતી.અને આજે બંને શપથ લેવાના છે.
જો કે, આજે સવારથી જ આમંત્રણ પત્રિકે વિવાદ સર્જ્યો હતો. શિવસેનાના નિમંત્રણ પત્રમાં શિંદેના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. તેમાં માત્ર ફડણવીસનું નામ છે. એનસીપીના નિમંત્રણ પત્રમાં અજિત પવારનું નામ સ્પષ્ટપણે લખ્યું છે.
દેવેન્દ્ર ફડણવીસ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં અજિત પવાર પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવાના છે. પરંતુ એકનાથ શિંદેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે કે નહીં તે અંગે હજુ સુધી સસ્પેન્સ છે.
દરમિયાન, શપથગ્રહણ પહેલા મહારાષ્ટ્રમાં પક્ષો દ્વારા જારી કરવામાં આવેલા આમંત્રણ પત્રોએ સસ્પેન્સને વધુ વધાર્યું છે. શિવસેના દ્વારા જારી કરવામાં આવેલા આમંત્રણ પત્રમાં માત્ર દેવેન્દ્ર ફડણવીસનું નામ છે, જેઓ મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. આ આમંત્રણ પત્રમાં શિંદે ઉપરાંત NCP નેતા અજિત પવારનું નામ પણ નથી.
NCPના આમંત્રણમાં પણ શિંદેનું નામ નથી
અજિત પવારની NCP દ્વારા જારી કરવામાં આવેલા આમંત્રણ પત્રમાં દેવેન્દ્ર ફડણવીસ સિવાય માત્ર અજિત પવારનું નામ છે. આ આમંત્રણ પત્રમાંથી એકનાથ શિંદેનું નામ ગાયબ છે. આવી સ્થિતિમાં એકનાથ શિંદે આખરે શું નિર્ણય લેશે તે અંગે સસ્પેન્સ વધી રહ્યું છે.
ફડણવીસનો આજે શપથગ્રહણ સમારોહ
મહારાષ્ટ્રમાં નવી એનડીએ સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દેવેન્દ્ર ફડણવીસની આજે મુખ્યમંત્રી તરીકે તાજપોશી થવાની છે. આ પહેલા ફડણવીસે સિદ્ધિવિનાયક અને મુમ્બા દેવીના મંદિરોની પણ મુલાકાત લીધી હતી. દેવેન્દ્ર ફડણવીસ આજે સાંજે 5.30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.
એકનાથ શિંદેનું નામ નહીં
મહારાષ્ટ્રની નવી સરકારની આજે સાંજે શપથવિધિના આમંત્રણો લોકોને અપાઈ ચૂક્યા છે. જેમાં શિવસેનાnaની નિમંત્રણ પત્રમાં શિંદેનું નામ નથી, માત્ર ફડણવીસનું નામ છે. જ્યારે એનસીપીની નિમંત્રણ પત્રમાં અજિત પવારના નામનો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. જે રાજકારણમાં અંદરોઅંદર ઘમસાણ ચાલી રહ્યું હોવાના સંકેતો આપે છે.








