નિઠારી કાંડ મામલે CBIને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી અપીલ
નોઈડાના બહુચર્ચિત નિઠારી કાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈની અપીલ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી

નોઈડાના બહુચર્ચિત નિઠારી કાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈની અપીલ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સીબીઆઈને મોટો ફટકો પડ્યો છે. આ સાથે હવે એવું માનવામાં આવે છે કે નિઠારી કાંડનું કાનૂની પ્રકરણ લગભગ સમાપ્ત થઈ ગયું છે.
અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરાવ્યો
સુપ્રીમ કોર્ટમાં નિઠારી કાંડ કેસની સુનાવણી હતી. જેમાં મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ, ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયાધીશ વિનોદ ચંદ્રનની ત્રણ સભ્યોની બેન્ચે સીબીઆઈની અપીલ ફગાવીને અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરાવ્યો હતો. જણાવી દઈએ કે, હાઈકોર્ટે સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંધેરને તમામ કેસોમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
હાઈકોર્ટના નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટની મહોર
જણાવી દઈએ કે, અલ્હાબાદ હાઈકોર્ટે ૧૬ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ બંને દોષિતોને ઘણા કેસોમાં નિર્દોષ જાહેર કર્યા હતા. હાઈકોર્ટે સુરેન્દ્ર કોલીને ૧૨ કેસોમાં અને મનિન્દર સિંહ પંધેરને બે કેસમાં ફાંસીની સજા રદ કરી હતી. આ નિર્ણય ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટના નિર્ણયને ઉલટાવીને આપવામાં આવ્યો હતો, જેણે નિઠારી કેસમાં બંનેને દોષિત ઠેરવ્યા હતા અને મૃત્યુદંડની સજા ફટકારી હતી.






