Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court comments on Rahul Gandhi Defamation case

'તમને કેવી રીતે ખબર પડી ચીને જમીન હડપી લીધી', રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2025
લાઇવ ટીવીGoogle News
'તમને કેવી રીતે ખબર પડી ચીને જમીન હડપી લીધી', રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
સોર્સ : GSTV

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના વિરૂદ્ધ કથિત ટિપ્પણી મામલે પોતાના વિરૂદ્ધ માનહાનિને પડકાર આપતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 કિલોમીટર સુધી ભારતની જમીન હડપી લીધી છે? જો તમે સાચા ભારતીય હોત તો આવું ના કરતા.

App Store

રાહુલ ગાંધીએ ચીને 2000 વર્ગ કિમી જમીન હડપી હોવાનો દાવો કર્યો હતો

2023માં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે એક પૂર્વ સેના અધિકારીએ તેમને જણાવ્યું કે ચીને 2000 વર્ગ કિલોમીટર ભારતીય વિસ્તાર પર કબ્જો કરી લીધો છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ વિવાદ ઉભો થયો હતો અને તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિના કેસને પડકાર આપતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પૂછ્યું,'તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 કિલોમીટર ક્ષેત્ર પર કબ્જો કરી લીધો છે? તમે જો સાચા ભારતીય છો તો તમે આવું ના કહેતા.'

કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું કે તમે વિપક્ષના નેતા છો તો તમે આવી વાતો કેમ કહેશો? તમે આ સવાલ સંસદમાં કેમ નથી પૂછતા? જવાબમાં રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા સીનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેમને સંસદમાં બોલવાની છૂટ મેળવવા માટે ચૂંટણી નથી લડી. આર્ટિકલ 19 (1) (A) રાહુલ ગાંધીને સવાલ પૂછવાની પરવાનગી આપે છે.

સિંઘવીએ રાહુલ ગાંધી તરફથી કહ્યું કે, મારા વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની કોઇ જરૂર નથી. સિંઘવીએ કહ્યું કે હું તે ભાવનાને સમજુ છું જેની હેઠળ આ બેંચે સવાલ પૂછ્યો છે પરંતુ આ વાત પર સામાન્ય સહમતિ છે કે અહીં કોઇ પ્રાકૃતિક ન્યાય કે સુનાવણી નથી.

સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે હાઇકોર્ટમાં આ મુદ્દો નથી ઉઠાવ્યો, તમે અલગ જ લાઇન પર જતા રહ્યાં. સિંઘવીએ કહ્યું કે અમે હાઇકોર્ટમાં કહ્યું છે કે કોઇ કલંકિત વ્યક્તિ નથી અને ના તો કોઇ પીડિત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અહીં પણ તમે તમારી SLPમાં કોઇ દલીલ લીધી નથી.

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે. આ સાથે, આગળની કાર્યવાહી પર રોક લગાવી દેવામાં આવી છે.