Video: સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડી હેઠળ દાસના જેલ મોકલવામાં આવ્યા

સોર્સ: gstv

એકથી વધુ પાનકાર્ડ રાખવાના કેસમાં સજા પર રોક લાગવાને કારણે રામપુર જેલમાંથી આઝમ ખાન અને તેમના પુત્ર અબ્દુલ્લાને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ જેલના દરવાજા બહાર આવતાની સાથે જ જૌહર યુનિવર્સિટી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે EDની ટીમ પહેલેથી જ હાજર હતી અને તેમણે આઝમ ખાનને તુરંત કસ્ટડીમાં લઈ લીધા હતા. ૨૮ ઓક્ટોબરે EDએ જૌહર યુનિવર્સિટીની જમીન અને ઈમારતોને જપ્ત કરી હતી. એજન્સીનો આરોપ છે કે સામાન્ય જનતા માટે ફાળવાયેલા સરકારી ભંડોળનો દુરુપયોગ કરીને ખાનગી શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ કરાયું છે. હાલ તેમને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડી હેઠળ દાસના જેલમાં મોકલવામાં આવ્યા છે, અને ED ટૂંક સમયમાં ગાઝિયાબાદની PMLA કોર્ટ પાસે વધુ પૂછપરછ માટે તેમની કસ્ટડીની માંગ કરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત