Video: જલંધરમાં શાળા બોમ્બ ધમકીથી ખળભળાટ

પંજાબના જલંધરમાં આવેલી ત્રણ જાણીતી શાળાઓને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને શ્વાન પથક સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે વિદ્યાર્થીઓને તાત્કાલિક બહાર કાઢીને શાળાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ પોલીસે અફવા ફેલાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.






